ચૂંટણી પંચ આજે ગુજરાતની આ 7 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરે તેવી શક્યતા

News18 Gujarati
Updated: September 21, 2019, 10:51 AM IST
ચૂંટણી પંચ આજે ગુજરાતની આ 7 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરે તેવી શક્યતા
ફાઇલ તસવીર

ચૂંટણી પંચ (Election Commission) મહારાષ્ટ્ર (Maharashtra) અને હરિયાણા (Haryana) વિધાનસભાની તારીખો જાહેર કરશે.

  • Share this:
નવી દિલ્હી : ચૂંટણી પંચ આજે એટલે કે શનિવારે મહારાષ્ટ્ર (Maharashtra Assembly Election 2019) અને હરિયાણા (Haryana Assembly Election 2019)ની તારીખોની જાહેરાત કરી શકે છે. સાથે જ ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠક પર પેટાચૂંટણીની તારીખોની જાહેરાત પણ કરી શકે છે. ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યે પ્રેસ કૉન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. ચૂંટણી પંચે મહારાષ્ટ્રથી પરત ફર્યા બાદ શુક્રવારે એક સમીક્ષા બેઠક કરી હતી, જેમાં બંને ચૂંટણીની તૈયારી પર અંતિમ મહોર મારી દીધી હતી.

બીજી નવેમ્બર પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે

હરિયાણામાં વર્તમાન વિધાનસભાની મુદત બીજી નવેમ્બર છે, જ્યારે મહારાષ્ટ્રમાં અંતિમ તારીખ નવમી નવેમ્બર છે. એવામાં ચૂંટણી પંચે બીજી નવેમ્બર પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. હરિયાણામાં વિધાનસભાની 9 બેઠક છે, જ્યારે મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠક છે. બંને રાજ્યમાં એકથી બે રાજ્યમાં ચૂંટણીની સંભાવના છે.

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પછીથી કરાશે

ઝારખંડ વિધાનસભાની તારીખની જાહેરાત હાલ નહીં કરવાનો ચૂંટણી પંચે નિર્ણય લીધો છે. ઝારખંડમાં પાંચમી જાન્યુઆરીના રોજ વર્તમાન સરકારની મુદત પૂર્ણ થઈ રહી છે. આથી ચૂંટણી પંચ પાસે ચૂંટણી કરાવવા માટે ત્રણ મહિનાનો સમય છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી કાર્યવાહી પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ ઝારખંડ વિધાનસભાની તારીખની જાહેરાત કરશે.

ગુજરાતની સાત બેઠક ખાલીમોરવા હડફ બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટને અનુસુચિત જાતિના પ્રમાણપત્ર મામલે ગેરલાયક ઠેરવતા બેઠક ખાલી પડી.

બાયડ બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી.

રાધનપુર બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી.

લુણાવાડા બેઠક : ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.

અમરાઈવાડી બેઠક : ભાજપના ધારાસભ્ય એચ.એસ.પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.

ખેરાલુ બેઠક : ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી.

થરાદ બેઠક : ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી.

આ પણ વાંચો : 
First published: September 21, 2019
વધુ વાંચો
अगली ख़बर