ચૂંટણી પંચની અખિલેશ અને મુલાયમસિંહ જુથને નોટિસ, 9 જાન્યુઆરી સુધી બતાવશે કોનામાં કેટલો છે દમ?

Haresh Suthar | Pradesh18
Updated: January 5, 2017, 11:31 AM IST
ચૂંટણી પંચની અખિલેશ અને મુલાયમસિંહ જુથને નોટિસ, 9 જાન્યુઆરી સુધી બતાવશે કોનામાં કેટલો છે દમ?
સમાજવાદી પાર્ટી છેવટે કોની થશે? આ મામલે ચૂંટણી પંચમાં મામલો પેન્ડિંગ છે. લેટેસ્ટ સમાચાર અનુસાર ચૂંટણી પંચે અખિલેશ અને મુલાયમસિંહ જુથને આ મામલે અલગ અલગ નોટિસ આપી છે અને 9મી જાન્યુઆરી સુધીમાં જવાબ આપવા કહેવાયું છે.

  • Pradesh18
  • Last Updated: January 5, 2017, 11:31 AM IST
  • Share this:
નવી દિલ્હી #સમાજવાદી પાર્ટી છેવટે કોની થશે? આ મામલે ચૂંટણી પંચમાં મામલો પેન્ડિંગ છે. લેટેસ્ટ સમાચાર અનુસાર ચૂંટણી પંચે અખિલેશ અને મુલાયમસિંહ જુથને આ મામલે અલગ અલગ નોટિસ આપી છે અને 9મી જાન્યુઆરી સુધીમાં જવાબ આપવા કહેવાયું છે.

ચૂંટણી પંચે નોટિસ પાઠવી એ ખુલાસો કરવા તાકીદ કરી છે કે કોની પાસે કેટલા ધારાસભ્યો, વિધાન પાર્ષદ અને હોદ્દેદારોનું સમર્થન છે. તો બીજી તરફ બંને જુથોએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે તેઓ કોઇ પણ રીતે પાછળ હટવા તૈયાર નથી. મુલાયમસિંહ યાદવ, શિવપાલ સાથે ચૂંટણી પંચને જવાબ આપવા દિલ્હી જશે.

યૂપીના મુખ્યમંત્રી અખિલેશ તરફથી ધારાસભ્યોની બોલાવાયેલી બેઠકને પણ આ સાથે જોવામાં આવી રહી છે કે તેઓ પોતાનું શકિત પ્રદર્શન બતાવવા ઇચ્છે છે. કહેવાય છે કે આ બેઠકમાં અખિલેશ પોતાની તરફેણ વાળા ધારાસભ્યોની સહીઓ પણ લઇ શકે એમ છે.

અખિલેશની ટીમ પણ દિલ્હી જવાની તૈયારીમાં છે. કહેવાઇ રહ્યું છે કે આ ટીમ ચૂંટણી પંચને ધારાસભ્યો, સાંસદોના સહીવાળી યાદી સોંપશે.
First published: January 5, 2017, 11:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading