હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર: આવતીકાલે 23મી એપ્રિલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. તે પહેલાં ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. જેમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીક્રિષ્નને ચૂંટણીને લગતી કેટલીક માહિતી આપી હતી.
મુખ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીક્રિષ્નને જણાવ્યું કે, 51907 હથિયારો જમા લેવાયા છે, જ્યારે 524.34 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું છે. ઉપરાંત 11.13 કરોડનો દારૂ જપ્ત કરાયો છે. સાથે જ આવકવેરા વિભાગે 6.98 કરોડ રોકડ જપ્ત કર્યા છે.
સાથે જ તેમણે જણાવ્યું કે, 230 ઉમેદવારોએ હિસાબ રજૂ કર્યા છે, જ્યારે 12 ઉમેદવારોએ હિસાબ રજૂ ન કરતાં નોટિસ આપવામાં આવી છે. ઉપરાંત 1.88 કરોડનું સોનું ચાંદી જપ્ત કરવામાં આવ્યું છે.
મુખ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીક્રિષ્નને મતદારો અને મતદાન મથક સહિતની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 26 લોકસભા બેઠક માટે 45152373 મતદારોમાં 23428119 પુરુષ મતદારો, 21696571 મહિલા મતદારો, 990 થર્ડ જેન્ડર, સેવા મતદારો 26693, 168054 દિવ્યાંગ મતદારોનો સમાવેશ થાય છે.
ઉપરાંત 17430 મતદાન મથકો શહેરી અને 34421 ગ્રામ્ય સહિત કુલ 51851 મતદાન મથકો પર મતદાન યોજાશે. સાથે જ 233775 પોલીસ કર્મીઓ તેનાત રહેશે. મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર