ચૂંટણી પ્રચાર પડઘમ શાંત, કૉંગ્રેસ ઉમેદવારે કરી 'ચાય પે ચર્ચા'

News18 Gujarati
Updated: October 19, 2019, 6:12 PM IST
ચૂંટણી પ્રચાર પડઘમ શાંત, કૉંગ્રેસ ઉમેદવારે કરી 'ચાય પે ચર્ચા'
કૉંગ્રેસના અમરાઈવાડી બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે કરી ચાય પે ચર્ચા

આગામી 21 તારીખે મતદાન યોજાવા જઇ રહ્યું છે ત્યારે આજ સાંજ પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે

  • Share this:
પ્રણવ પટેલ, અમદાવાદ : રાજયની (Gujarat Assembly Election) છ પેટા ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે, ત્યારે અમરાઇવાડી (Amraiwadi) બેઠકના કૉંગ્રેસ (Congress) ઉમેદવાર ધર્મેન્દ્રભાઇ પટેલ (Dharmendra Patel) દ્વારા અનોખો પ્રચાર શરૂ કરાયો હતો. રેલી અને જનસભાઓના સ્થાને ચાની ચુસકી સાથે ઓટલા પરિષદ યોજી પટેલે લોકો પાસે મત માગ્યા હતા. આગામી 21 તારીખે મતદાન યોજાવા જઇ રહ્યું છે ત્યારે આજ સાંજ પાંચ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે અને હવે ઉમેવદારો 'ડોર ટુ ડોર' પ્રચાર કરી મતદારોનો પોતાની તરફ આકર્ષીત કરશે. ત્યારે કૉંગ્રેસના ઉમેદવારનો અનોખો પ્રયોગ કર્યો હતો.

અમરાઇવાડી બેઠકના કૉંગ્રેસ ઉમેદવાર ધર્મેન્દ્રભાઇ પટેલ ( ધમભાઇ પટેલ) ન્યુઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચિતમાં કહ્યુ હતું કે 'આ વખતે અમરાઇવાડીના મતદારો પરિવર્તન ઇચ્છી રહ્યા છે. અત્યાર સુધી ભાજપે હંમેશા હાઇ પ્રોફાઇલ પ્રચાર કર્યો છે. છેલ્લા દિવસમાં રેલીઓ અને જનસભાઓ થતી હોય છે, લાખો રૂપિયાના પેટ્રોલનો ધુમાડો થતો હોય છે. આથી અમને વિચાર આવ્યો કે, આવા ખર્ચે કરવાના બદલે લોકો પાસે સીધા જવું જોઇએ. અને તેમની સમસ્યાઓ સાંભળવી જોઇએ આથી ઓટલા પરિષદ કરવાનો વિચાર આવ્યો હતો.'

આ પણ વાંચો : સુરત : અસલી નોટ બતાવી ચિલ્ડ્રન બેંકની નોટ પધરાવતા ગઠિયા ઝડપાયા

વધુમાં તેઓ ભાજપ પર પ્રહાર કરતા કહ્યુ હતું, કે 30 વર્ષના ભાજપના ગઢને આ વખતે તોડી પડાશે. અમરાઇવાડીની જનતાએ પરિવર્તન ઇચ્છી રહ્યા છે આજે કોઇ હાઇ પ્રોફાઇલ ડ્રામા કરવાથી મત નથી મળતા પરંતુ લોકો પાસે જઇ તેમને સાંભળવા જોઇએ આથી છેલી ઘડીએ લોકો પાસે મત માગવા આવ્યો છું.
First published: October 19, 2019
વધુ વાંચો
अगली ख़बर