અમદાવાદ : જુગારની કુટેવ માટે વાહન ચોરી કરનાર એક વૃદ્ધ ઝડપાયો છે. વડોદરામાં ગોડાઉન ભાડે રાખીને વાહનોના સ્પેરપાર્ટ જુદા કરીને વેચતો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ વૃદ્ધ અને તેના સાગરીતની ધરપકડ કરીને વાહન ચોરીના 18 ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વૃદ્ધ ચોરી કરવામાં માસ્ટરી મેળવી છે. 60 વર્ષના બદરૂદીન ઉર્ફે અનવર સૈયદ મૂળ વડોદરાના સયાજી પાર્ક આજવા રોડનો રહેવાસી છે. આ વૃદ્ધ પોતાના સાગરીત અબ્દુલકાદર દિવાન સાથે ચોરી કરવા અને ચોરીના વાહન વેચવા વડોદરાથી અમદાવાદ આવ્યો હતા. આ બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળતા પીરાણા નજીક ડંપીંગ સ્ટેશન વોચ ગોઠવતા આ બન્ને શખ્સો શકાસ્પદ હાલતમાં મળી આવ્યા. બન્નેની પૂછપરછ કરતા તેમની પાસેથી મળેલું છોટા હાથી વાહન આણંદથી ચોર્યું હોવાનું સામે આવ્યું.
અમદાવાદ: ટ્રાફિક પોલીસના પરિવારના 3ના મોત, 'corona મજાક નથી 17 લાખ ખર્ચ્યા તો પણ ભરખી ગયો'
ક્રાઇમ બ્રાન્ચે બન્નેની ધરપકડ કરીને રૂ 36 લાખના ચોરીના વાહનો સહિત ચોરીના 18 ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો. બદરૂદીન સૈયદની વાત કરીએ તો તે ઘડપણમા પણ ચોરી કરવામાં માસ્ટર છે. ગણતરીની સેકન્ડમા વાહનનુ લોક તોડીને ચોરી કરીને છુ થઈ જાય છે. તે મોટા વાહનોને ટાર્ગેટ કરે છે. જુગાર રમવાની કુટેવ તેને ચોર બનાવી દીધો. 1985થી તે ચોરીના રવાડે ચઢ્યો. આ વૃધ્ધ ચોરે વડોદરામા રૂ 35 હજારના ભાડામાં એક ગોડાઉન ભાડે રાખ્યુ. ચોરી કરેલા વાહનો ગોડાઉનમા લઈ જતો અને તેના સ્પેરપાર્ટ કાપીને તેને વેચી દેતો હતો.
અમદાવાદ: પ્રેમ આંધળો હોય છે! એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યું કારસ્તાન, હવે પસ્તાવો
અત્યાર સુધીમા આ બદરૂદીને અસંખ્ય વાહનોની ચોરી કરી. તેની મોડસ ઓપરેન્ડી છે કે, તે ચોરી કરેલા વાહન લઈને જ બીજુ વાહન ચોરી કરવા જતો હતો. આ વાહન ચોરે અબ્દુલકાદરને પણ વાહન ચોરીની તાલીમ આપીને પોતાની ગેંગમા સામેલ કર્યો. આ વૃધ્ધ વાહન ચોરે ગુજરાતમાં વડોદરા, નડીયાદ, અમદાવાદ, અસલાલી, ધોળકા, અંકલેશ્વર જીઆઈડીસી અને ભરૂચ વિસ્તારમાંથી વાહન ચોરીને અંજામ આપ્યો. તે અગાઉ નકલી પોલીસ અને જુગારના કેસમા પણ ઝડપાયો હતો. તેનો સાગરીત અબ્દુલકાદર પણ ધોળકા અને કરજણ વાહન ચોરીમા ઝડપાયો હતો. ક્રાઈમ બ્રાંચ બન્નેની ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે.