Home /News /madhya-gujarat /

સ્ટેચ્યૂ ઓફ યુનિટીઃ એકતા યાત્રા, ભીડ, વિરોધ અને વિવાદ વચ્ચે ભીસાતી સરકાર

સ્ટેચ્યૂ ઓફ યુનિટીઃ એકતા યાત્રા, ભીડ, વિરોધ અને વિવાદ વચ્ચે ભીસાતી સરકાર

આગામી 31 ઓક્ટોબરના રોજ એટલે કે સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડિયા કોલોની ખાતે સરદારની વિશ્વથી સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાશે. જેને લઇને હાલ તડામાર તૈયારીઓ થઈ રહી છે.

આગામી 31 ઓક્ટોબરના રોજ એટલે કે સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડિયા કોલોની ખાતે સરદારની વિશ્વથી સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાશે. જેને લઇને હાલ તડામાર તૈયારીઓ થઈ રહી છે.

    લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણને યાદગાર બનાવવા માટે રૂપાણી સરકાર એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે, જો કે મહેનત એળે ગઇ ને એકતા યાત્રા ફ્લોપ જવાના ભણકારા વાગી રહ્યાં છે, ઉદ્ધાટન કરવા આવનાર મુખ્ય મહેમાન સુધી તો આ વાત પહોંચી જ ગઇ હશે, હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધમાં આદિવાસીઓ મેદાને પડ્યા છે. તેઓ બોલકા મંત્રી વસાવાએ પણ તેઓને સપોર્ટ કર્યો છે અને નિવેદન આપી દીધું છે. એવામાં જો આદિવસીઓ નહીં આવે તો સમારંભમાં ભીડ લાવવાનો ટાર્ગેટ તો હવે ભાજપના MLAએ જ પૂરો કરવો પડશે !

    આગામી 31 ઓક્ટોબરના રોજ એટલે કે સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડિયા કોલોની ખાતે સરદારની વિશ્વથી સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાશે. જેને લઇને હાલ તડામાર તૈયારીઓ થઈ રહી છે. તો બીજી તરફ બીજી તરફ કેટલાંક સંગઠનો દ્વારા તેનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. 31મીના રોજ આદિવાસી સમાજ દ્વારા સમગ્ર ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતુ. ફ્લોપ થઇ રહેલી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની એકતા યાત્રા ડેડિયાપાડા વિસ્તારમાં પહોંચતા આદિવાસીઓએ તેનો વિરોધ કરી ભાજપના સાંસદ મનસુખ વસાવાની ગાડી અટકાવી હતી. માત્ર એટલું જ નહીં, આદિવાસીઓએ રાજપીપળાથી પ્રતાપનગર સુધીના વિસ્તારમાં એકતા યાત્રાના પોસ્ટર્સ ફાડી નાંખીને રોષ ઠાલવ્યો હતો. આદિવાસી સમાજના આગેવાનોએ 31ના રોજ બંધમાં જોડવવા આહવાન કર્યું છે.

    ઝઘડીયા મતક્ષેત્રના ધારાસભ્ય છોટુ વસાવાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ટ્રાઈબલોને ખતમ કરવાનું ષડયંત્ર ગણાવ્યું હતું. અને તારીખ 31 ઓક્ટોબરે તેના લોકાર્પણનો વિરોધ કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, આ એક વેપારની સ્ટ્રેટેજી છે. તેનાથી આદિવાસીઓને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી.

    હવે આટલા વિરોધ અને વિવાદ વચ્ચે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીને પરસેવો તો છૂટી જ ગયો છે, કે હવે 31મીએ કાર્યક્રમમાં મુખ્ય અતિથિને ખુશ કરવા માટે ભીડ ક્યાંથી લાવવી. જો કે ટેન્શન માત્ર મુખ્યમંત્રીને જ નથી, ગુજરાત ભાજપના MLAને પણ છે, જવાબદારી તો તેમના માથે જ ઢોળાશે. રાજ્યમાં નીકળેલી એકતા યાત્રાનો પ્રથમ તબક્કો તો ફ્લોપ જ રહ્યો છે, જે અંગે તપાસ કરાવવામાં આવી તો જાણવા મળ્યું કે પાર્ટીમાં આંતરિક જ ડખ્ખો છે, હવે મોટા ગજાના નેતાઓને કેન્દ્રમાં મોકલી દીધા તો સ્થાનિક જવાબદારી સંભાળી શકે એવા નેતા તાત્કાલિક ક્યાંથી ગોતવા. પરંતુ હવે એકતા યાત્રાના બીજા અને અંતિમ તબક્કાને સફળ બનાવવા માટે એસી કારમાં ફરતાં મંત્રી અને ધારાસભ્યોને માથે થોંપી દેવાઇ છે, જોવું રહ્યું કેટલા લાખ લોકો જોડાય છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Ekta Yatra, Modi in gujarat, Special stories, Statue of unity, Treble, Vijay Rupani, ગુજરાત, પીએમ મોદી, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन