Gujarat Education: શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ (Jitu Vaghani) આજે ગાંધીનગરમાં (Gandhinagar) કેબિનેટ બેઠક પહેલાં મહત્ત્વની જાહેરાતો કરી છે. રાજ્યમાં સીસીસીની પરીક્ષા (CCC Exam), સીએએસ ( CAS) અને અધ્યાપકોના પડતર પ્રશ્નો અંગે શિક્ષણ મંત્રી વાઘાણીએ મોટા (Education Minister Jitu Vaghani) નિર્ણયોની જાહેરાત કરી છે. રાજ્યમાં સીસીસીની પરીક્ષામાં ફરજિયાતના નિયમો દૂર કરાશે. કોલેજોમાં પ્રિન્સીપાલની (Prinicipal Recruitment in Collages) ભરતી શરૂ કરાશે. રાજ્યમાં 2016થી બંધ સીએએસ ફરીથી શરૂ કરાશે.
અધ્યાપકોના પ્રમોશન CAS ફરી લાગુ કરશે
જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યમાં 1-1-2016થી તમામ કોલેજના અધ્યાપકોના પ્રમોશન સીએએસ એટલે કે કેરિયર એડવાન્સ સ્કિમ સ્થગિત કરવામાં આવશે. સરકારની વિચારણા બાદ તેને પુન: સ્થાપિત કરવામાં આવશે. આ સંદર્ભમાં સાતમાન પગાર પંચના શિક્ષણ વિભાગના ઠરાવ દૂર કરવામાં આવ્યા છે. આનાથી 3,000 અધ્યાપકોને સીધો ફાયદો થયો છે.
CCCની પરીક્ષામાં ફરજિયાતના નિયમો દૂર કરાશે
કોલેજના અધ્યાપકોના પ્રમોશન માટે સીસીસી પરીક્ષા તેમજ હિંદી અને ગુજરાતની પરીક્ષાના ફરજિયાતના નિમોય હતો. શિક્ષણ મંત્રી વાઘાણીએ જણાવ્યું કે આ નિયમો પણ દૂર કરાશે. આ નિર્ણયનો લાભ 10,000 અધ્યાપકોને મળશે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યમાં કોલેજના અધ્યાપકોના જે પડતર પ્રશ્નો હતા તેનું ભૂપેન્દ્ર ભાઈ પટેલની સરકારે આજે નિરાકરણ આપ્યું છે. હવે નિવૃત અધ્યાપકોને સાતમા પગાર પંચનો લાભ પણ મળશે. આ અંગે નાણામંત્રી કનુભાઈ સાથે નાણા વિભાગની પણ ચર્ચા થઈ છે.
આજે સરકારે લીધેલા નિર્ણયો અંગે પ્રો.પ્રજ્ઞેશ શાહે જણાવ્યું કે આજે સરકારે લીધેલા નિર્ણયો લાંબા સમયથી અધ્યાપકોના પડતર પ્રશ્નો હતા. આના કારણે સીધી રીતે રાજ્યના 10,000 જેટલા કોલેજના અધ્યાપકોને લાભ થવાનો છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર