Home /News /madhya-gujarat /CCCની મુદ્દત લંબાવાઇ, કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું બંધ કરેઃ શિક્ષણ મંત્રી

CCCની મુદ્દત લંબાવાઇ, કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું બંધ કરેઃ શિક્ષણ મંત્રી

  હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર

  હાલ રાજ્યમાં હડતાળની મોસફ છે, આરોગ્ય, ST બાદ શિક્ષકો પણ હડતાળ પર ઉતર્યા હતા, જો કે માગણી સંતોષવાની બાંહેધરી બાદ શિક્ષકોએ હડતાળ સમેટી લીધી હતી, જો કે હડતાળ દરમિયાન શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા, ભુપેન્દ્રસિંહે કહ્યું કે કોંગ્રેસ આ મુદ્દે રાજકીય રોટલા શેકવાનું બંધ કરે.

  શિક્ષકોની હડતાળ મુદ્દે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી હતી, આ પરિષદમાં તેઓએ જણાવ્યું કે શિક્ષકોની માગ પર અમે ચર્ચા કરી રહ્યાં છીએ, આ માટે યોગ્ય ઉકેલ લાવવા માટે પ્રધાનોની સમિતિ નિર્ણય લેશે. સાથે જ ભુપેન્દ્રસિંહે જણાવ્યું કે CCCનું પ્રમાણપત્ર લેવાની એક વર્ષની મુદ્દત લંબાવવામાં આવી છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ 'મણિકર્ણિકા' માં કંગનાએ જે યુદ્ધનો સીન કર્યો હતો તે ઘોડો હતો નકલી, જુઓ Video

  કોંગ્રેસ પર પ્રહાર

  સરકાર સામે સરકારી કર્મચારીઓની હડતાળથી વિપક્ષે પણ તકનો લાભ લઇને પ્રહારો કર્યા હતા, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ શિક્ષકો તથા ST કર્મચારીઓ સાથે મુલાકાત કરી રૂપાણી સરકાર પર પ્રહારો કર્યા હતા, જે અંગે પત્રકાર પરિષદમાં ભુપેન્દ્રસિંહે જણાવ્યું કે કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનું બંધ કરે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Education Minister, Teacher strike

  विज्ञापन
  विज्ञापन