શિક્ષણ બન્યું વધુ મોંઘુ, નોટબુક-ચોપડાઓ GSTથી મોંઘા થયા, મધ્યમવર્ગ મુશ્કેલીમાં

News18 Gujarati
Updated: June 9, 2018, 6:16 PM IST
શિક્ષણ બન્યું વધુ મોંઘુ, નોટબુક-ચોપડાઓ GSTથી મોંઘા થયા, મધ્યમવર્ગ મુશ્કેલીમાં

  • Share this:
સસ્તા શિક્ષણની વાતો ફરી એક વાત વામણી પુરવાર થઇ છે એક બાજુ લાખો રૂપિયાની ફી તો બીજી બાજુ પાઠ્યપુસ્તકોથી લઇ તમામ વસ્તુઓ મોંઘી બની ગઈ છે.

વાલીઓને નવા સત્રની ખરીદી જીએસટીના કારણે સરેરાશ 1.56 ટકા જેટલી મોંઘી બની છે. દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે શિક્ષણનું બજેટ વાલીઓ માટે અઘરું બની રહેશે. જીએસટીના કારણે કપડાં 12 થી 20 ટકા મોંઘા બન્યા છે. આમ એક બાળક પાછળ કુલ 16.56 ટકા જેટલો વધારો જીએસટીના કારણે જોવા મળી રહ્યો છે. જીએસટી લાગ્યા બાદ સ્ટેશનરીમાં 5 થી 20 ટકાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. બૂટ તથા કેન્વાસ બૂટમાં પણ 12 ટકા જેટલો વધારો થયો છે. સ્ટેશનરીના ભાવમાં 5થી 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

વેપારી સુનિલ દોશીએ જણાવ્યું કે, આ વખતે લગભગ 20 ટકા તો વધારો થયો છે નોટબૂક ફુલસ્કેપ ચોપડા સહીતની વસ્તુઓમાં વધારો થયો.

જીએસટીના કારણે વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં 5થી 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. વાલીઓ જણાવી રહ્યા છે કે, દિવસેને દિવસે શિક્ષણ મોંઘુ થતું જાય છે. ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો હાલ મૂંઝાઇ રહ્યા છે. જો કોઈ વાલીને બે-ત્રણ બાળક હોય તો શિક્ષણનું બજેટ કઈ રીતે બનાવવું તે પ્રશ્ન થઈ પડે છે. કેટલીક શાળા દ્વારા અપાયેલા લિસ્ટ મુજબ ખરીદી કરવામાં આવતી હોય છે. બૂટ, બેલ્ટ અને બેગ પર સરકારે 18 ટકા જીએસટી લગાવામાં આવ્યા છે જ્યારે કપડા, નોટબુક, વોટર બોટલ, કમ્પાસ, પેન-પેન્સિલ પર 12 ટકા જીએસટી લગાવામાં આવ્યો છે. ભાવવધારાને કારણે બજેટ બંધબેસતુ નથી.

વાલી જીતેન્દ્ર રાઠોડ જણાવે છે કે, મારી બેબીના ચોપડા 1100 રૂપિયાના આવ્યા છે, બાબાના 1600 રૂપિયાના આવ્યા છે યુનિફોર્મ પણ 2200 રૂપિયાના આવ્યા છે એક બાળક દીઠ 5 હજાર ખર્ચો થઇ રહ્યો છે જેથી બજેટ માં અસર પડે છે.

વાલી ભૂમિ રૂપાપરા કહે છે કે, ગયા વર્ષે મારી બેબી સાતમામાં હતી ચોપડા-પુસ્તકોના ભાવ વધી ગયા છે, પરસેવાની કમાણીથી ભણાવવા અધર પડે છે.મધ્યમ વર્ગ મોંઘા શિક્ષણથી પીડાયેલો હતો, ત્યારે શિક્ષણની વસ્તુઓમાં GST લાગી જતા પીસાવાનો વારો આવ્યો છે.
First published: June 9, 2018, 6:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading