અમદાવાદમાં પડ્યા હાથરસ કાંડના પડઘા, દલિત સમાજે કેન્ડલ માર્ચ સાથે કરી ન્યાયની માંગણી


Updated: September 30, 2020, 10:24 PM IST
અમદાવાદમાં પડ્યા હાથરસ કાંડના પડઘા, દલિત સમાજે કેન્ડલ માર્ચ સાથે કરી ન્યાયની માંગણી
કેન્ડલ માર્ચની તસવીર

હાથરસ જિલ્લાના એક ગામમાં 14 સપ્ટેમ્બર 2020ના રોજ સવારે 19 વર્ષની યુવતી ગાય માટે ઘાસચારો લેવા બાજરાના ખેતરમાં ગઈ હતી ત્યારે ચાર નરાધમોએ તેની ઉપર ગેંગ રેપ કર્યો.

  • Share this:
અમદાવાદઃ શહેરના જુનાવાડજ રામદેવપીરના ટેકરા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં દલિત સમાજના યુવાનો એકઠા થયા હતા. અને સૌએ સૂત્રોચ્ચાર કરી ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) સરકાર વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો હતો અને દલિત સમાજની આ દીકરીને ન્યાય મળે અને આરોપીઓને કડક સજા થાય તે માટે માંગણી કરી હતી. ઉપરાંત સૌએ ભેગા મળી કેન્ડલ માર્ચ કરી અને મૃતક ને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. ગેંગરેપના આરોપીઓને નિર્ભયા કેસ જેવી ફાંસીની સજા થાય તેવી સર્વે એ માંગણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે યુપીનાં હાથરસ જિલ્લાના એક ગામમાં 14 સપ્ટેમ્બર 2020ના રોજ સવારે 19 વર્ષની યુવતી ગાય માટે ઘાસચારો લેવા બાજરાના ખેતરમાં ગઈ હતી ત્યારે ચાર નરાધમોએ તેની ઉપર ગેંગ રેપ કર્યો. તેને ચૂપ કરવા પીડિતાની જીભ કાપી નાખી. ચાલીને ઘેર ન જઈ શકે એટલે તેની કરોડરજ્જુ તોડી નાખી. પીડિતાનું 15 દિવસ પછી સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

પોલીસની  શરુઆતમાં માત્ર છેડતીનો ગુનો નોંધ્યો પછી હત્યાની કોશિશ IPC કલમ-307નો ઉમેરો કર્યો! ઘટના પછી પીડિતા 9 દિવસ સુધી બેહોશ રહી. ત્યાર બાદ હોશમાં આવી ત્યારે ગેંગ રેપની વાત કરી ! પોલીસે ગેંગ રેપની કલમનો ઉમેરો કર્યો. આરોપીઓ સંદીપ/લવકુશ/રામૂ/રવિ ઉપલા વર્ણના છે; તેથી એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. સમગ્ર મામલા ને વર્ણવતા દલિત સમાજે આરોપીઓને ફાસી ની સજા ની માંગણી કરી છે.

આ પણ વાંચોઃ-સુરતઃ લોકોને દંડ ફટકારતી પોલીસના પુત્રો જ ગાઈડલાઈનનો ભંગ કરતા કેમેરામાં થયા કેદ, જુઓ video

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના હાથરસ (Hathras)ના બુલવાડીમાં કથિત ગેંગરેપ (Gangrape)ની શિકાર પીડિતાના મોત બાદ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રનો શરમજનક ચહેરો સામે આવ્યો છે. દિલ્હીથી શબ લાવ્યા બાદ પોલીસે તેને પરિવારને ન સોંપ્યો અને રાત્રે જ કોઈ વિધિ કર્યા વગર જ પીડિતાના અંતિમ સંસ્કાર કરી દીધા. પોલીસ અને વહીવટીતંત્રના આ વલણથી પરિજનો તથા ગામ લોકોમાં ભારે આક્રોશ છે. એટલું જ નહીં મીડિયાને પણ કવરેજથી રોકી દેવામાં આવ્યું અને ખરાબ વર્તન કરવામાં આવ્યું.

આ પણ વાંચોઃ-Video: નિવૃત્તીની ગણતરીની મિનિટો પહેલા સુરતના PI વી.એમ. મકવાણાનો વીડિયો વાયરલ થતા સપડાયા વિવાદમાંઆ પણ વાંચોઃ-અમદાવાદઃ કોન્ટ્રાક્ટરની દાદાગીરી, મજૂરીના પૈસા આપવાના બદલે મારી નાખવાની ધમકી આપી, યુવકનો આત્મહત્યાનો પ્રયાસ

આ પહેલા જ્યારે શબને ગામમાં લઈ જવામાં આવ્યું તો તેને પરિજનોને સોંપવામાં આવ્યું. ત્યારબાદ પરિજનોએ એમ્બ્યૂલન્સની સામે સૂઈ જઈને આક્રોશ વ્યક્ત કર્યો. આ દરમિયાન એસડીએમ પર પરિજનોની સાથે ખરાબ વર્તન કરવાનો આરોપ લાગ્યો. ત્યારબાદ પોલીસ અને ગામ લોકોમાં ઘર્ષણ થઈ ગયું. મૂળે પરિજનો રાતમાં શબના અંતિમ સંસ્કાર કરવા માંગતા નહોતા, જ્યારે પોલીસ તાત્કાલિક અંતિમ સંસ્કાર કરાવવા માંગતી હતી. ત્યારબાદ અડધી રાત બાદ લગભગ 2:40 વાગ્યે કોઈ પણ વિધિ વગર અને પરિજનોની ગેરહાજરીમાં પીડિતાના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા.

‘પીડિતાનો ચહેરો પણ ન જોવા દીધો’
પીડિતાની કાકી ભૂરી સિંહે કહ્યું કે પોલીસ દબાણ કરી રહી હતી કે શબના અંતિમ સંસ્કાર કરી દો. જ્યારે દીકરીના માતા-પિતા અને ભાઈ કોઈ પણ ત્યાં હાજર નહોતું, એ લોકો દિલ્હીમાં છે અને હજુ પહોંચ્યા પણ નથી. રાત્રે અંતિમ સંસ્કાર ન કરવા અને પરિવારની રાહ જોવાની વાત કહેતાં પોલીસે કહ્યું કે જો નહીં કરો તો અમે જાતે કરી દઈશું.
Published by: ankit patel
First published: September 30, 2020, 10:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading