ભૂકંપની ભયાનક યાદો : 'અંતિમસંસ્કાર માટે લાકડા ન હોવાથી લોકોને ટાયર અને ટયૂબથી બાળવામાં આવ્યા હતા'

ભૂકંપની ભયાનક યાદો : 'અંતિમસંસ્કાર માટે લાકડા ન હોવાથી લોકોને ટાયર અને ટયૂબથી બાળવામાં આવ્યા હતા'
તસવીરકાર ભાટી. એન.ના પ્રદર્શનની તસવીર

રાજ્યના જાણીતા તસવીરકાર ભાટી.એન.એ કચ્છના ભૂકંપની તસવીરો દર્શાવી તેમણે કહ્યું,' તારાજીના એ દિવસો આજેય  ભૂલ્યો નથી'

  • Share this:
અમદાવાદ : અમદાવાદના પાલડી સંસ્કાર કેન્દ્ર ખાતે બે દિવસીય ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.જયાં વિશ્વ વિખ્યાત ફોટોગ્રાફર એન ભાટી દ્રારા લેવાયેલી ભૂકંપે સર્જેલી તારાજીની તસવીરો આપને જોવા મળશે. આજે આ ફોટો એક્ઝિબિશનના ઉદઘાટન સમયે  પૂર્વ DIG ડી જી વણજારા, પુર્વ સચિવ કે જી વણજારા, પહ્મ શ્રી જોરાવારસિંહ જાદવ, કટાર લેખક કૃષ્ણકાંત ઉનડકટ સહિત અનેક ચિત્રકારો અને તસવીરકારો ઉપસ્થિત રહ્યા હતા. જેમણે વર્ષ 2001માં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપમા કેવી પરિસ્થિતી હતી તે અંગે ચર્ચા પણ કરી હતી. આ ચર્ચા બાદ તમામ લેખકો અને તસવીરકારોએ તસવીર જોઈને એ પળને યાદ પણ કરી હતી. આ તસવીરોમાંથી કંઈ કેટલીય તસીવર કચ્છ ગાંધીધામ ભચાઉ અને સૌરાષ્ટ્રમાં સર્જાયેલી તારાજીને બયાન કરે છે.

વિશ્વ વિખ્યાત એન ભાટીએ જણાવ્યું કે 26મી જાન્યુઆરીના દિવસે સવારે રાષ્ટ્રધ્વજ માટે તૈયારીઓ થતી હતી. ત્યાં અચાનક જાણે કે શિવતાંડવ થતુ હોય તેમ ધરતી હલવા લાગી. મારી નજર સામે મેં મકાનોને હલતા જોયા. લોકોની ચિચિયારીઓ સાંભળી. આ બધું ભૂલવું અશક્ય હતું. આ ઐતિહાસિક ક્ષણને મુલવવી હોય તો ફોટોગ્રાફી કરવી જ પડે. કચ્છમાં વધારે તબાહીના સમાચાર હોવાથી  મેં હાથમાં કેમેરો ઉપાડયો અને  મારું સ્કુટર લઈને સીધો કચ્છ પહોંચી ગયો.'આ પણ વાંચો :  ભૂકંપની ભયાનક યાદો : 'કાટમાળથી કણસતા વ્યક્તિનો અવાજ આવ્યો, મને બચાવો અને હું દોડી ગયો'

તેમણે ઉમેર્યુ કે 'કચ્છ તરફ જતાં રસ્તામાં સામખિયાળી પુલ પર હું પહોચ્યો ત્યારે પુલ પણ તૂટી ગયો હતો. આશરે રાતના 2 વાગે જ્યારે હું કચ્છ પહોંચ્યો ત્યારે ચારે તરફ લાશ જ હતી. ઘણાં માણસો દબાયેલાં હતો તો કેટલાંક માણસો લોકોને બહાર કાઢી રહ્યા હતા. લોકોનાં અંતિમ સંસ્કાર કરવા માટે લાકડા પણ નહોતા. શબના ઢગલે ઢગલા અને તેને બાળવા માટે ટ્યૂબ અને ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો.'

આ પણ વાંચો :  દિવ્યાંગ કપલની Love Story : 2001ના ભૂકંપમાં દિવાલ નીચે દટાઈ ગયેલી નીતાને મળ્યો અમદાવાદનો પરાગ

આજની પેઢીને તસવીરોમાં કેદ  ભૂંકપની કહાનીક્ચ્છની તબાહી બાદ કચ્છ પર સમગ્ર દુનિયાનો પ્રેમ વરસ્યો હતો. પરંતુ ઐતિહાસિક બનેલી એ ક્ષણ લોકો યાદ રાખે તે માટે વિશ્વ વિખ્યાત એન ભાટીએ આ તસવીરોને સાચવી રાખી છે. બે દિવસ સુધી યોજાયેલા આ એક્ઝિબિશન ફોટોગ્રાફર એન ભાટીની તમામ તસવીરો જોવા મળશે. તેમણે આજની પેઢી માટે તસવીરો દ્રારા  ભુંકપનો બોલતો પૂરાવો ઉભો કર્યો છે.
Published by:Jay Mishra
First published:January 26, 2020, 13:54 pm

टॉप स्टोरीज