ભૂકંપની ભયાનક યાદો : 'કાટમાળથી કણસતા વ્યક્તિનો અવાજ આવ્યો, મને બચાવો અને હું દોડી ગયો'

ભૂકંપની ભયાનક યાદો : 'કાટમાળથી કણસતા વ્યક્તિનો અવાજ આવ્યો, મને બચાવો અને હું દોડી ગયો'
ડીજી વણઝારા અને કચ્છના વિનાશક ભૂકંપની ફાઇલ તસવીર

કચ્છમાં વર્ષ 2001માં સર્જાયેલી તારાજીના સાક્ષી પુર્વ DIG ડી જી વણઝારા રહી ચૂક્યા છે. તેમણે કચ્છના ભૂકંપ સમયે જોયેલી તારાજીને યાદ કરી હતી

  • Share this:
અમદાવાદ : '26મી જાન્યુઆરી 2001ના રોજ હું ભૂજ શહેરના SP તરીકે ફરજ હતો. ભૂકંપનો નરસંહાર એ આક્રંદ મને આજેય યાદ છે. ચારે તરફ તબાહી જ તબાહી હતી. દેશની અલગ અલગ એજન્સીઓ SRP, CRP, BSF, ARMY પોલીસના અધિકારીઓ અને NGO તમામનો રોલ હતો. મારી નજર સમક્ષ દટાઈ ગયેલાં માણસોને બહાર કાઢવામાં આવ્યા હતા. કંઈ કેટલાંય સામૂહિક અગ્રિ સંસ્કાર મેં મારી નજરે જોયા છે. આ શબ્દો છે પૂર્વ DIG ડી.જી વણઝારાના.

ગુજરાતમાં આવેલાં ભૂકંપને આજે 20 વર્ષ વીતી ચૂક્યા છે પરંતુ કંઈ કેટલાય લોકો કચ્છમાં સર્જાયેલી તારાજી આજેય નથી  ભૂલ્યા જેમાનાં એક છે પૂર્વ IPS ઓફિસર ડી જી વણઝારા. ભુજમાં ડ્યૂટી પર હોવાથી ડી.જી.વણઝારાને એક એક દૃશ્યો યાદ છે.ઉંડાણમાંથી કણસવાનો અને બુમો પાડવાનો અવાજ આવ્યો

ન્યૂઝ18 સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે 'ભુજમાં એક ધરાશાઈ થયેલાં મકાનમાં લાશ બહાર કાઢી રહયા હતા. આર્મીની ટીમ કામ કરતી હતી ત્યારે એ જ મકાનના ઉંડાણમાં કણસવાનો અને બુમો પાડવાનો અવાજ આવ્યો. કોઈ બોલતું હતું કે મને બચાીવી લો... આખીય ટીમ મકાનનાં કાટમાળ પાસે ગઈ અને જીવતેજીવ એ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો.'

આ પણ વાંચો :  દિવ્યાંગ કપલની Love Story : 2001ના ભૂકંપમાં દિવાલ નીચે દટાઈ ગયેલી નીતાને મળ્યો અમદાવાદનો પરાગ

ખમીરવંતી કચ્છની પ્રજાની દુનિયામાં ચર્ચા


પૂર્વ સચિવ AG વણઝારા અને પૂર્વ IPS DG વણઝારા


પુર્વ સચિવ કે જી વણઝારાએ પણ ન્યૂઝ18 સાથેની વાતચીત કરતાં જણાવ્યું કે વર્ષ 2001માં સીએમના આદેશથી તેઓ કચ્છ ગયા અને રિહેબિલીટીશનની કામગીરીમાં જોડાયા હતા. આજેય એ દ્દશ્યો યાદ છે. અને માત્રને માત્રને તસવીરોને કારણે દુનિયાભરને કચ્છમાં સર્જાયેલી તારાજી વિશે ખબર પડી હતી. અમેરિકાની એજન્સીઓ પણ ગુજરાતમાં આવી પહોંચીને કામે લાગી હતી. જે બાદ ગુજરાતને ખોબે ખોબે દુનિયાભરનો પ્રેમ મળ્યો. 15 હજાર માણસોનાં મૃત્યુ એ વિષીકા હતી. પરંતુ લોકોનાં પ્રેમે કચ્છને ફરી બેઠું કર્યુ છે.
Published by:Jay Mishra
First published:January 26, 2020, 10:44 am

टॉप स्टोरीज