કોરોના કાળમાં રાજ્યમાં પ્રથમવાર ઈ-લોક અદાલતનું આયોજન, 433 કેસનો થયો સુખદ નિકાલ


Updated: September 26, 2020, 8:18 PM IST
કોરોના કાળમાં રાજ્યમાં પ્રથમવાર ઈ-લોક અદાલતનું આયોજન, 433 કેસનો થયો સુખદ નિકાલ
અમદાવાદ ગ્રામ્ય જિલ્લા માં કુલ 1361 કેસોના સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા જેમાંથી 433 જેટલા કેસોનો નિકાલ થઈ શક્યો છે, અને તેમાં 11.39 કરોડની રકમના એવોર્ડ કરવામાં આવ્યા

અમદાવાદ ગ્રામ્ય જિલ્લા માં કુલ 1361 કેસોના સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા જેમાંથી 433 જેટલા કેસોનો નિકાલ થઈ શક્યો છે, અને તેમાં 11.39 કરોડની રકમના એવોર્ડ કરવામાં આવ્યા

  • Share this:
અમદાવાદ : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ દ્વારા આજરોજ ઇ લોક અદાલતનું પહેલી વાર આયોજન કરવામાં આવ્યું. જેના દ્વારા કોર્ટમાં ભારણ ઓછું કરવા તમામ કોર્ટ દ્વારા ઇ લોક અદાલતના સફળ થવા માટે અગાઉ પ્રી સિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ હતું.

ઇતિહાસમાં પ્રથમવાર ડિજિટલ માધ્યમથી વકીલ અને પક્ષકારો સંપર્ક સાધીને શક્ય તેટલા કિસ્સાઓમાં સમાધાનના પ્રયાસો પણ કરવામાં આવ્યા લોક અદાલતમાં પેન્ડિંગ સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ ૧૩૮ અન્વયેના ચેક બાઉન્સના કેસો, બેંકના લેણા અંગેના કેસો, વાહન અકસ્માતમાં કલેઇમના કેસો, મજુર વિવાદના કેસો, વીજ અને પાણી બિલ ના કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદનના કેસો, દિવાની કેસો, દાવાઓ વગેરે પેંડીગ કેસોમાં સમાધાનથી નિકાલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી.અમદાવાદ જીલ્લા ગ્રામ્ય લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી એચ જે વસાવડા એ જણાવ્યું હતું કે લોક અદાલત સમગ્ર અમદાવાદ ગ્રામ્ય જિલ્લા માં કુલ 1361 કેસોના સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા જેમાંથી 433 જેટલા કેસોનો નિકાલ થઈ શક્યો છે, અને તેમાં 11.39 કરોડની રકમના એવોર્ડ કરવામાં આવ્યા. કુલ 1361 કેસો માંથી મોટર અકસ્માત ના જ 562 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઅમદાવાદ: વેપારી સાથે પોલીસની લુખ્ખી દાદાગીરીનો Video વાયરલ, મારમારી ગાળો ભાંડી આપી ધમકી

એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ જે એ ઠક્કરે જણાવ્યું હતું કે, લોક અદાલતને સફળ બનાવવા તમામ ન્યાયાધીશ, વકીલ, ઈન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ, તેમના વકીલ અને કોર્ટ કર્મચારીઓના સંયુકત પ્રયાસ દ્વારા સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. લોક અદાલત એ વિવાદિત કેસોના સુખદ નિકાલ માટે નો ઉત્તમ પ્રયાસ હોય છે અને તેમાં અનેક વિવાદિત કેસોનો સમાધાનથી નિકાલ પણ આવતો હોય છે.

આ વખતે કોરોના કાળ હતો તેમ છતાં અમે અમારી પરંપરા યથાવત રાખી છે અને ઇતિહાસમાં પ્રથમવાર લોક અદાલતનું આયોજન કરી અને 400થી વધુ કેસનો નિકાલ કરી શક્યા છીએ. ઇ લોક અદાલતમાં મોટર અકસ્માતના કેસો પૈકી ત્રણ મોટી રકમના કેસોનું પણ સમાધાન કરવામાં આવ્યું. જેમાં પ્રથમ ૬૧ લાખ બીજું 40 લાખ અને ત્રીજુ ઓગણચાલીસ લાખમાં સમાધાન કરવામાં આવ્યું.

ઇન્સ્યોરન્સ કંપનીના વકીલ મુકેશ જે પરીખે જણાવ્યું હતું કે, અમારા કેસમાં 40 લાખ રૂપિયાનો એવોર્ડ થયો છે જે વિશે કહી શકાય. માત્ર ૨૮ વર્ષના યુવાન શાંતિલાલ પટેલને વર્ષ 2013માં વાહન અકસ્માત થયો હતો તેના કારણે તેમના મણકા અને પાસળીમાં ઘણા ફ્રેક્ચર થયા હતા અને તેઓ સંપૂર્ણ પથારીવશ થઇ ગયા હતા. તેમને પણ આજની આ લોક અદાલત દ્વારા ૪૦ લાખ રૂપિયાનું માતબર વળતર મળ્યું છે. એટલે લોક અદાલત વિવાદિત કેસોના સુખદ નિકાલ માટે ખુબ જ જરૂરી બને છે.
Published by: kiran mehta
First published: September 26, 2020, 8:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading