ધમણ-1 ઘમાસાણ : નીતિન પટેલને અમિત ચાવડાનો જવાબ, 'તમે પણ આ પાપમાં એટલા જ ભાગીદાર છો'

News18 Gujarati
Updated: May 24, 2020, 9:34 AM IST
ધમણ-1 ઘમાસાણ : નીતિન પટેલને અમિત ચાવડાનો જવાબ, 'તમે પણ આ પાપમાં એટલા જ ભાગીદાર છો'
નીતિન પટેલ, અમિત ચાવડા (ફાઇલ તસવીર)

અત્યાર સુધી નીતિન પટેલ ઘરે એસીમાં બેસી રહ્યા, સિવિલના ડૉક્ટરે પત્ર લખતા સરકાર જાગી, મફતમાં ઝેર મળે તો તે ખાઈ ન લેવાય : અમિત ચાવડા

  • Share this:
અમદાવાદ : શહેરની સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) ખાતે કોરોનાના દર્દીઓ માટે કાર્યરત અને રાજકોટની એક ખાનગી કંપનીએ બનાવેલા સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1 (Make in Gujarat ventilator Dhaman-1) મામલે ઘમાસાણ બંધ થવાનું નામ નથી લેતી. રાજ્ય સરકાર અને કૉંગ્રેસ (Congress) ધમણ-1 મુદ્દે આમને સામને આવી ગયા છે. સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ધમણ મુદ્દે સ્પષ્ટતા કરાઇ છે. કૉંગ્રેસે હવે ફરી એકવાર નીતિન પટેલ (Dy CM Nitin Patel)ને જવાબ આપતા કહ્યુ છે કે, ધમણના કારણે અનેક લોકોનાં મોત થયા છે. જેના પાપના ભાગીદાર નાયબ મુખ્યમંત્રી પણ એટલા જ છે.

કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતુ કે, "સરકારે કંપનીનું માર્કેટિંગ કરવાના બદલે ગુજરાતની જનતા માટે કામ કરવું જોઇએ. જે દિવસે ધમણના નિર્માતાઓએ ધમણ-1ની મર્યાદાઓની વાત કરી ત્યારે નીતિનભાઇએ કહેવાની જરૂર હતી કે આ વેન્ટિલેટર નથી, માત્ર ઓક્સિજન સપ્લાય કરવાનું મશીન છે. વેન્ટિલેટરના નામે જે પ્રસિદ્ધિ કરવામાં આવી તેને બંધ કરવી જોઇએ. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પણ પાપમાં ભાગીદાર લાગી રહ્યા છે. તેઓ આટલા દિવસ લૉકડાઉનમાં એસીમાં ઘરમાં રહ્યા છે, બહાર નીકળ્યા નથી. સિવિલના ડૉક્ટરે પત્ર લખ્યા બાદ સરકાર જાગી છે. ઘમણ-1માં જે અખતરા કરવાના હતા તે પહેલા કરવાની જરૂર હતી. એ ન કર્યા હોવાથી હવે ગુજરાતીન જનતા પર અખતરા કરી રહ્યા છે."

આ પણ વાંચો :  રાજકોટ : ખેડૂત નેતા પાલ આંબલિયાને પોલીસે ઢોર માર માર્યાનો આક્ષેપ, બેભાન થયા

વધુમાં ચાવડાએ કહ્યુ હતુ કે, સરકાર ધમણ-1 મફત મળ્યાની વાત વાગોળે છે. અમે ધમણનો વિરોધ કે ભ્રષ્ટાચારની વાત ક્યારેય નથી કરી. આજે મોતનું પ્રમાણ વધી રહ્યું છે. દેશમાં ગુજરાતનો આંક સૌથી વધારે છે. જો તપાસ થાય તો તેનું કારણ ધમણ-1 નીકળશે. કોઈ મફતમાં ઝેર આપે તો તે ન ખાઈ લેવાય કે ન તે તેની વહેંચણી કરાય. લોકોને મોતના મુખમાં મોકલવાનુ કામ સરકાર કરી રહી છે. નીતિન પટેલને વિનંતી કે આરોગ્ય મંત્રી તરીકે તમારી જવાબદારી છે કે ધમણ-1નાં કારણે કોઇ દર્દીનું મોત ન થાય. ફરી ચકાસણી કરી જેટલા ધમણ-1 ઇન્સ્ટોલ કર્યા છે એ પરત ખેંચો. ધમણના નિર્માતાએ ગુજરાને મફત વેન્ટિલેટર આપીને આખા દેશ દુનિયામાંથી ઓર્ડર મેળવ્યા છે. આ એક ષડયંત્ર છે, જેનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે.

મહત્વપૂર્ણ છે કે કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખના આક્ષેપોનો સણસણતો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતુ કે, "ગુજરાતની જનતાની કોરોના સંક્રમણના કપરા સમયે સેવા કરવા ગુજરાતના જ યુવા ઊદ્યોગ સાહસિકે 1 હજાર વેન્ટિલેટર સરકારને વિના મૂલ્યે ભેટમાં આપ્યા છે. કોઇ કૌભાંડ થયું જ નથી. કોંગ્રેસના આક્ષેપો તદન બેબૂનિયાદ, પાયાવિનાના અને જનતાને ગેરમાર્ગે દોરનારા છે. જનતા જનાર્દન તમારા અપપ્રચારમાં ભરમાવાની નથી. કૉંગ્રેસ ધમણ-1ના નામે રાજનીતિ કરવાનું બંધ કરે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટની મિત્રતા નિભાવવા વેન્ટિલેટર ખરીદ્યા છે તે તદ્દન પાયાવિહોણી છે. રાજકોટની કંપનીએ વિનામૂલ્યે વેન્ટિલેટર આપીને માનવ સેવાનું ઉમદા કામ કર્યું છે. 

25મી તારીખે કૉંગ્રેસ વિવિધ માંગણી સાથે આવેદન આપશે

કોંગ્રેસ પક્ષ દ્વારા વર્તમાન સંકટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સમગ્ર ગુજરાતમાં તાલુકા, જિલ્લા અને શહેર કક્ષાએ આવેદન પત્ર અપાશે. આવેદન પત્રમાં રાજ્ય સરકાર સમજણ માંગ કરાશે કે માર્ચથી જૂન મહિના સુધી વીજ બિલ માફ કરવામાં આવે, ગરીબ અને મધ્યવર્ગના લોકોના રહેઠાણ મિલકત વેરો માફ કરવામાં આવે. આ ઉપરાત નાના વેપારીઓ અને દુકાન દારોનુ વેરા પણ માફ કરવામાં આવે. પાર્ટીએ એક પ્રેસ યાદી જાહેર કરતા જણાવ્યું છે કે, આગામી 25 મે મંગળવારના રોજ કૉંગ્રેસ પક્ષ તમામ જિલ્લા, શહેર અને તાલુકા મથકો પર જવાબદાર કચેરી ખાતે આવેદન પત્ર આપશે. કોવિડ-19ના પગલે ગુજરાતમા પરિસ્થિતિ વિકટ છે. લાંબા સમયથી લૉકડાઉનના પગલે વેપાર ધંધા, ખેતી, રોજગાર ઠપ છે. લોકોના આર્થિક સ્થિતિ ઘણી નબળી પડી ગઇ છે. આથી આ કફોડી સ્થિતિની સામાન્ય ગરીબ પરિવાર સામે સરકાર ધ્યાન રાખવું જોઇએ.
First published: May 21, 2020, 5:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading