સરકારે પાણી અને ઘાસચારાની પૂરતી વ્યવસ્થા કરી છેઃ Dy CM નીતિન પટેલ

News18 Gujarati
Updated: May 1, 2019, 2:49 PM IST
સરકારે પાણી અને ઘાસચારાની પૂરતી વ્યવસ્થા કરી છેઃ Dy CM નીતિન પટેલ
ફાઇલ તસવીર

ગુજરાતમાં પાણીની સ્થિતિ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક પ્રધાનોએ પોતાના જિલ્લામાં પાણીની સ્થિતિ બાબતે રજૂઆત કરી હતી. આગામી ત્રણ દિવસમાં પ્રભારી પ્રધાનો જિલ્લાની મુલાકાત લેશે.

  • Share this:
હિતેન્દ્ર બરોટ, ગાંધીનગરઃ ગાંધીનગર સચિવાલય ખાતે કેબિનેટની બેઠક મળી હતી. કેબિનેટ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સમક્ષ સમગ્ર બેઠકમાં થયેલી કામગીરી જણાવી હતી. કેબિનેટ બેઠકમાં ગુજરાતમાં થઇ રહેલી પાણીની અછત, પશુઓના ઘાસચારા મુદ્દે આ ઉપરાંત પેપ્સિકોના મુદ્દાને લઇને ચર્ચાઓ થઇ હતી.

ગુજરાતમાં પાણીની સ્થિતિ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક પ્રધાનોએ પોતાના જિલ્લામાં પાણીની સ્થિતિ બાબતે રજૂઆત કરી હતી. આગામી ત્રણ દિવસમાં પ્રભારી પ્રધાનો જિલ્લાની મુલાકાત લેશે. પાણીના આયોજન બાબતે કાર્યપાલક ઇજનેરો ચર્ચા કરશે. નવા ટ્યુબવેલ બોર બનાવવાની જરૂયાત મામલે કલેકટર નક્કી કરશે.

આગામી સમયમાં તમામ પ્રભારી મંત્રી વિવિધ જિલ્લાના કલેક્ટરો સાથે કરશે બેઠક જ્યાં પીવાના પાણીના રિસોર્સિસ નથી ત્યાં, ટેન્કર દ્વારા કેવી રેતી પાણી પહોંચાડવુ તે મુદ્દે આયોજન કરાશે. મંત્રીઓ પાસે તેમના જિલ્લા અને જિલ્લામાં આવતા ડેમની વિગતો મંગાઈ ઉનાળામાં પાણીની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા કરાશે.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 10 કરોડથી વધુ ઘાસ વિતરણ 4 કરોડ ઘાસ ખરીદવાનો નિર્ણયનો કરવામાં આવ્યો છે.કચ્છ ના 200 માલધારીઓ એ હિજરત ક્યાં કારણોસર કરી તે ખબર ન હોવાનું જણાવ્યું હતું. કિસાન સંઘના આગેવાનોએ પેપ્સીકો કમ્પનો બાબતે રજુઆત કરી હતી. રાજ્ય સરકાર ખેડૂતો અને પેપ્સીકો કમ્પની વચ્ચે કોર્ટની બહાર સમાધાન કરાવવા પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારે પાણી અને ઘાસચારાની પૂરતી વ્યવસ્થા કરી છે.

આ પણ વાંચોઃ-PMના ભાઇ પ્રહલાદભાઇના પત્નીનું 55 વર્ષની વયે નિધન, 5 વાગ્યે અંતિમવિધિ

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર કેબીનેટની બેઠક થઈ પૂર્ણ સીએમ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક પૂર્ણ થઇ હતી. લોકસભાના મતદાન બાદ આજે પ્રથમ વખત મળી હતી. કેબીનેટની બેઠક ઘાસચારો, પીવાનું પાણી, બાબતે ચર્ચા થઇ હતી.
First published: May 1, 2019
વધુ વાંચો
अगली ख़बर