કોંગ્રેસ જે ન કરી શકી તે મોદીએ કરી બતાવ્યું, કોંગ્રેસ રાજવીઓની માફી માંગેઃ નીતિન પટેલ

News18 Gujarati
Updated: October 30, 2018, 7:19 AM IST
કોંગ્રેસ જે ન કરી શકી તે મોદીએ કરી બતાવ્યું, કોંગ્રેસ રાજવીઓની માફી માંગેઃ નીતિન પટેલ
નીતિન પટેલની ફાઇલ તસવીર

31 ઓક્ટોબરે દુનિયાની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમાનું લાકાર્પણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે.

  • Share this:
31 ઓક્ટોબરે દુનિયાની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમાનું લાકાર્પણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ થનારું છે. ત્યારે ગુજરાતમાં ઠેરઠેર લોકાર્પણ કાર્યક્રમનો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજે સોમવારે નાયાબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

જેમાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સ્ટેચ્યૂ ઓફ યનિટીનું સપનું જોયું હતું. જે 44 મહિનાના ગાળામાં પુરું થવા જઇ રહ્યું છે. 44 મહિનાના ગાળામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું કામ પૂર્ણ થયું છે. 31 ઓક્ટોબરના રોજ પીએમના હસ્તે લોકાપર્ણ થઇ રહ્યું છે.

ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો ટૂંકી અને રાજકીય દ્રષ્ટીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જુએ છે. કેટલાક નેતાઓ એ સરદાર, બાબા સાહેબ, વીર સાવરકર જેવા નેતાઓને નીચે બતાવવાની કોશિશ કરી હતી. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ જે ના કરી શકી તે મોદી એ કરી બતાવ્યું છે.

અહેમદ પટેલ ગુજરાત અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા છે. તેઓએ સરદાર સાહેબનું અવમૂલ્ય ન કર્યું. સરદાર સાહેબ માટે આટલી મોટી પ્રતિમાની જરૂર ન હતી. સરદાર સાહેબને આવા સન્માનની જરૂર ન હોવાનું કહીને તેમનું અપમાન કર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને મોદી ગમતા નથી. 22 વર્ષથી ગુજરાતમાંથી સાફ થઇ ગઇ છે. પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ સરદાર સાહેબ વિશે કરેલા અવકોલન કોઇ પણ રીતે યોગ્ય નથી. શંકરસિંહ વાઘેલા એ રાજવીઓ ના શાલિયાણા બંધ કરવાનું બંધ કર્યું છે.

બીજેપી સરકાર વારંવાર રાજવીઓનું સન્માન કરતી હોય છે. કોંગ્રેસ સરકાર સાહેબે રાજવીઓ માટે શરૂ કરેલા શાલિયાના કેમ બંધ કર્યા તેનો જવાબ આપે. કોંગ્રેસ રાજવીઓની માફી માગે એમ પણ નીતિન પટેલે જણાવ્યું હતું.
First published: October 29, 2018, 7:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading