691 કરોડના વીજબિલો માફ ! :...મતલબ કે ચોરોને મજા અને ઇમાનદારોને ઠેંગો

News18 Gujarati
Updated: February 19, 2019, 6:46 PM IST
691 કરોડના વીજબિલો માફ ! :...મતલબ કે ચોરોને મજા અને ઇમાનદારોને ઠેંગો
નાણાપ્રધાન નીતિનભાઈએ વીજબિલોના બાકી રહેતા લગભગ રૂ.691 કરોડ માફ કરી દેવાની જાહેરાત કરી

નાણાપ્રધાન નીતિનભાઈએ વીજબિલોના બાકી રહેતા લગભગ રૂ.691 કરોડ માફ કરી દેવાની જાહેરાત કરી

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર, ન્યૂઝ18 ગુજરાતી :

આજે રાજ્યના નાણાં પ્રધાન નીતિન પટેલે વિધાનસભામાં નાણાકીય વર્ષ-2019-20નું સામાન્ય બજેટ વિધાનસભામાં રજુ કર્યું. આ બજેટ ભાષણની જોગવાઇઓમાં એક મહત્વની વાત ન્યૂઝ18ની નજરે આવી. જે ઘણી ચોંકાવનારી હતી .

નાણાપ્રધાન નીતિનભાઈએ વીજબિલોના બાકી રહેતા લગભગ રૂ.691 કરોડ માફ કરી દેવાની જાહેરાત કરી. આ એ લોકોના બિલોના નાણાં છે, જેમને બિલ ભરવામાં ઠાગાઠૈયા કર્યા છે અથવા સરેઆમ ચોરી કરી છે. આ માફીનો સીધો મતલબ એ છે કે, જેણે નિયમિત વીજબિલના નાણાં ભર્યા એ સૌ મૂર્ખા ઠર્યા એટલે કે આ સરકારે ચોરોને મજા કરાવી અને ઈમાનદાર વીજવપરાશકારોને ઠેંગો બતાવ્યો !

અત્રે ઉલ્લેખનીય છે કે, જસદણ પેટાચૂંટણી પૂર્વે રાજ્ય સરકારે ખેતી, કોમર્શિયલ સહિતના વીજળીના બિલોને માફ કરી દેવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે આજે સરકારે લેણાં નીકળતા લગભગ રૂ.691 કરોડની માફી આપી દીધી છે.

આ ઈમાનદાર લોકો માટે નિરુત્સાહ કરનારી અને બેઈમાનોને પ્રોત્સાહિત કરવાની સાથે સરકાર બેઈમાન મતદાતાઓની સાથે છે, તેવું સ્પષ્ટ જણાય આવે છે તેવો સવાલ આ લખનારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પુછતા તેમણે આ અંગે જવાબ આપવાનું ટાળતા માત્ર એટલું જ કહ્યું હતું કે, “તમારું અવલોકન સૂચક છે !”

આ પૂર્વે વર્ષ-1995 માં જયારે ભાજપની કેશુભાઈ પટેલ સરકાર સત્તારૂઢ થઇ હતી ત્યારે તેમના ચૂંટણી ઢંઢેરાને વળગી રહેતા; નિયમિત બિલ ભરનારા લોકો માટે તત્કાલીન સમયે સરકારે 20% જેટલી રાહત વીજબિલમાં આપવાની જાહેરાત કરી હતી અને વચન મુજબ તેને પાળી પણ બતાવી હતી.જો કે, પ્રવર્તમાન પરિસ્થિતિ અગાઉની સ્થિતિઓથી તદ્દન વિપરીત સરકાર વીજચોરો સાથે હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે ! વિપક્ષમાં રહીને લોકોની ચિંતા કરનારા લોકો સત્તાસ્થાને આવતા જ અદના લોકોની પીડા ભૂલી જાય છે, તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે.
First published: February 19, 2019, 6:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading