Home /News /madhya-gujarat /

#Dussehra પર સોશિયલ મીડિયામાં છવાયા આ રાવણના ટ્વિટ

#Dussehra પર સોશિયલ મીડિયામાં છવાયા આ રાવણના ટ્વિટ

dushera

વિજયાદશમી અને દશેરાના અવસર પર આ ટ્વિટ્સ થઇ રહ્યા છે લોકપ્રિય

    સોશિયલ મીડિયા હાલ લોકો એક બીજાને દશેરાની શુભેચ્છાઓ આપી રહ્યા છે. રાજનેતાથી લઇને બોલીવૂડ સ્ટાર્સ પણ તેમના ચાહકો અને શુભેચ્છકોને દશેરાની આ શુભકામનાઓ ટ્વિટ કે ફેસબુકના માધ્યમથી આપી રહ્યા છે. આ તમામની વચ્ચે કેટલીક તેવી હટકે ટ્વિટ પણ છે જેણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે. તમે પણ નીચે વાંચો આવા જ કેટલાક ટ્વિટ્સ અને સોશિયલ મીડિયાના ફેમસ રાવણ વિષે...

    અમદાવાદ પોલીસ


    અમદાવાદ પોલીસે ટ્રાફિક સલામતીનો સંદેશો રજૂ કરતું એક ક્યૂટ ક્રીએટીવ બનાવ્યું છે. જેમાં કહ્યું છે કે હેલમેટ પહેરો કારણ કે તમારી પાસે રાવણની જેમ 10 માથા રિપ્લેસમેન્ટમાં નથી.


    વોડાફોન


    વોડાફોને તેના ક્રિએટીવમાં રાવણને બદલે સીતાને યાદ કરીને કહ્યું છે કે આ દશેરા તમે ડર વગર બહાર નીકળો. વોડાફોન શક્તિનું આ ક્રિએટીવ પણ યુનિક અને ખાસ સંદેશો આપે તેવું છે.



    દેવ અગ્રવાલ
    દેવ અગ્રવાલ નામના ડિઝાઇનરે રાવણની મૂંછ અને રામના ધનુષને લઇને હટકે વીડિયો બનાવ્યો છે. અને કહ્યું છે કે દુષ્ટતાનો નાશ કરી સારા બનો.


    શિક્ષણ


    આ ટ્વિટ પણ અનેક લોકોના સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યું છે જેમાં ભણતરને પ્રાધાન્ય આપવાની વાત છે. અને અજ્ઞાન રૂપી રાવણને ભણતરથી ઉજાગર કરવાનું કહેવાયું છે.


    પરિવાર


    સોશિયલ મીડિયાની લાઇફ કરતા રિયલ લાઇફ એટલે પરિવાર સાથે આ દશેરો મનાવો તેવા પણ ક્રિએટીવ હાલ સોશ્યલ મીડિયામાં લોકપ્રિય થઇ રહ્યા છે.



    ત્યારે આ દશેરાના અવસર પર તમને અને તમારા પરિવા દશેરાની શુભેચ્છાઓ!
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Dushera, Dussehra, Social media, Tweet, Vijayadashmi, ટ્વિટર, દશેરા, વિજયાદશમી, સોશિયલ મીડિયા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन