અમદાવાદઃ ચાલુ ચોરીએ પરિવાર આવી જતાં ચોર બાથરૂમમાંથી પકડાયો

News18 Gujarati
Updated: February 3, 2019, 1:31 PM IST
અમદાવાદઃ ચાલુ ચોરીએ પરિવાર આવી જતાં ચોર બાથરૂમમાંથી પકડાયો
પ્રતિકાત્મક તસવીર

પોલીસ આવી તપાસ કરતા ઘરના એક બાથરૂમમાં ચોર સંતાયેલો નજરે ચડ્યો હતો. આમ ચોર ચાલુ ચોરી દરમિયાન જ પકડાઇ ગયો હતો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ સામાન્ય રીતે ઘર ખાલી હોય ત્યારે ચોર પોતાની કળા બતાવીને ફરાર થઇ જતા હોય છે. અને તેમને પકડવા માટે પોલીસને ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. પરંતુ અમદાવાદમાં ચોરીના એક બનાવમાં ચાલુ ચોરીએ જ ચોર ઘરના બાથરૂમમાંથી પકડાયો હતો.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી રમજીત સોસાયટીમાં રહેતા અને જ્વેલર્સનો વેપાર કરતા જીગર પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, 1 ફેબ્રુઆરીના દિવસે સંબંધીનું રિસેપ્શન પૂર્ણ કરી પરિવાર ઘરે ફર્યો ત્યારે ઘરનું તાળુ તૂટેલું હતું. જેથી પરિવારે પોલીસને જાણ કરી હતી.

પોલીસ આવી તપાસ કરતા ઘરના એક બાથરૂમમાં ચોર સંતાયેલો નજરે ચડ્યો હતો. આમ ચોર ચાલુ ચોરી દરમિયાન જ પકડાઇ ગયો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બોમ્બ મુક્યાનો મેસેજ, '1:30 કલાકે બોમ્બ ફૂટશે'

પોલીસે તેની પૂછપરછ કરતા સાગર સોવિંગ દંતાણી હોવાનું ખુલ્યું હતું. તેની પાસેથી ચોરીનો સામાન મળી આવ્યો હતો. આ અંગે મણિનગર પોલીસે વધુ તપાસ હાથધરી છે.
First published: February 3, 2019, 8:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading