અમદાવાદ : કોરોનાના કહેરમાં લાંબા સમયના લૉકડાઉનમાં પતિ અને પત્નીને એક જ છત નીચે સૌથી વધુ સમય વીતાવવાનો કદાચ પહેલી વખત મોકો મળ્યો હતો. ત્યારે આ લૉકડાઉનના સમયમાં સેક્સલાઈફ પર શું ફાયદા અને ગેરફાયદા થયા તેવા કિસ્સાઓ ડૉકટરો પાસે આવી રહ્યા છે. તે બાબતે ડોકટરોએ જણાવ્યું કે અનેક એવા કિસ્સા સામે આવ્યા જેમાં વિશ્વાસની અછત હોય તેવું સામે આવ્યું છે.
લૉકડાઉનએ કદાચ પત્ની પતિને સાથે રહેવા માટેનો ઉત્તમ મોકો હતો. પણ આ લૉકડાઉનના સમયમાં પતિ પત્ની વચ્ચેની સેક્સલાઇફ કેટલી અને કેવી રહી અને અનલોક બાદ સેક્સલાઇફ માં શું શું તકલીફ આવી રહી છે તેના કિસ્સાઓ સેક્સોલોજીસ્ટ ડૉકટરો પાસે આવી રહ્યા છે. જાણકાર ડૉક્ટરનું કહેવું છે કે લૉકડાઉનના શરૂઆતના સમયમાં પત્ની પતિ પાસે સમય જ સમય હતો. જેના કારણે જે પતિઓ 10 કે 15 દિવસે સેક્સ માણતા હતા એ જ પતિઓ 24 કલાકમાં બે થી ત્રણ વાર સેક્સ માણવા લાગ્યા હતા અને ત્યાર બાદ અનલોકમાં ધંધા નોકરી શરુ થઇ ગઈ. જેમાં નફા નુકસાન કે પછી નોકરી છૂટી જવા લાગી તો સ્ટ્રેસ એટલે કે ચિંતા આવી અને ચિંતાના કારણે સેક્સલાઈફ પર અસર થઇને પતિ પત્ની વચ્ચે ફરી એક વાર સેક્સલાઈફ પર ખરાબ અસર થઇ હતી. જેના કારણે પત્ની કે પતિને એકબીજા પર શંકા થવા લાગી કે એકબીજા ને કોઈ સાથે આડાસબંધ છે.
ત્યારે હકીકત શું છે એ બાબતે જાણીતા સેક્સોલોજીસ્ટ પારસ શાહે જણાવ્યું કે પુરુષમાં ચિંતા વધી ગઈ જેના કારણે પુરુષતત્વ હાર્મોન લેવલ ઘટી ગયું અને જેના કારણે ઇન્દ્રિય ઉત્તેજનાની શક્તિ ઓછી થાય છે. જેના કારણે જાતીય જીવનમાં અસર થાય છે. આ કારણે પત્નીને એવું થવા લાગ્યું કે લૉકડાઉન હતું ત્યારે વધુ સારી સેક્સ લાઈફ હતી અને લૉકડાઉન ખુલી ગયા પછી થયું કે અન્ય કોઈ જગ્યાએ પતિને પણ આડાસંબંધ હોય છે એટલે સેક્સલાઇફ સારી નથી. ત્યારે બધા જ કિસ્સામાં આ કારણ નથી હોતું મોટા ભાગના કિસ્સામાં પુરુષતત્વ હાર્મોન લેવલ ઘટી જવાના કારણે પણ પુરુષને સેક્સ કરવાની ઇચ્છા ઘટી જતી હોય છે.
સેક્સોલોજીસ્ટ ડોક્ટર પારસ શાહ પુરુષને ખાસ એક એ પણ સંદેશ આપી રહયા છે કે જો જીવનમાં આ ચાર "S" હશે તેને જીવનમાં પાંચમો "S" એટલે કે સેક્સ નહીં મળે શકે. સ્મોકિંગ, સ્કોચ(કોઈ પણ દારૂ), સ્ટ્રેસ અને સુગર આ ચાર એસ હોય તો પાંચમો S એટલે સેક્સ લાઈફમાં સમસ્યા આવી શકે છે. પુરુષતત્વ હાર્મોન લેવલ ઘટે છે ત્યારે ડૉક્ટરને મળીને તેનું નિરાકરણ કરવું જોઈએ તેવું ડૉકટર જણાવી રહ્યા છે. પત્ની અને પતિએ સબંધ બગાડવા ન જોઈએ અને એકબીજા પર વિશ્વાસ રાખવો જોઈએ.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર