'તમે દારૂ-ગાંજો પીધો છે, સાહેબ બાપુનગર બેઠા છે ચાલો' નકલી પોલીસે 40 હજાર પડાવ્યાં


Updated: February 15, 2020, 11:27 AM IST
'તમે દારૂ-ગાંજો પીધો છે, સાહેબ બાપુનગર બેઠા છે ચાલો' નકલી પોલીસે 40 હજાર પડાવ્યાં
પ્રતિકાત્મક તસવીર

વેપારી રાત્રે નરોડા પાટિયા પાસે પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ભરાવી જતા હતા ત્યારે બે બાઈક પર ત્રણ લોકો આવ્યા હતા

  • Share this:
અમદાવાદ : ફરી એક વાર અમદાવાદ શહેરમાં નકલી પોલીસનો આતંક સામે આવ્યો છે. એક વેપારી જઈ રહ્યાં હતા ત્યારે ચારેક શખસોએ આવીને પોતે પોલીસ હોવાનું કહી આ વેપારીએ ગાંજો કે દારૂ પીધા હોવાનું કહી સાહેબ પાસે લઈ જવાની ધમકી આપી હતી. વેપારી સાથે આ દરમિયાનમાં 40 હજાર રૂપિયાની મતા પડાવી લેતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મૂળ બનાસકાંઠાનાં સુરેશ ભાઈ શાહ નરોડા ખાતે રહે છે અને ઓટો પાર્ટ્સની દુકાનમાં નોકરી કરે છે. તેઓ રાત્રે નરોડા પાટિયા પાસે પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ભરાવી જતા હતા ત્યારે બે બાઈક પર ત્રણ લોકો આવ્યા હતા. સુરેશભાઈને રોકીને કહ્યું કે, તેમને દારૂ કે ગાંજો પીધો  છે. પણ સુરેશભાઈ એ એવો કોઈ નશો કર્યો ન હતો. આ પોલીસની ઓળખ આપનાર શખસો એ સાહેબ બાપુનગર છે તેમની પાસે લઈ જવા પડશે તેમ કહી સુરેશભાઈ ને લઈ જતા હતા. ત્યારે રસ્તામાં સુરેશભાઈએ સેટિંગ કરવાનું કહેતા પોતાની પાસે 20 હજાર હોવાનું કહ્યું હતું.
પણ આ નકલી પોલીસે વધુ માંગણી કરતા 20 હજાર અને એક વીંટી મળી 40 હજારની મતા લૂંટી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો : સુરત : USથી લગ્નમાં આવેલી કિશોરીનો ચોંકવાનારો કિસ્સો, Valentine Dayના દિવસે જ થઈ ગુમ

આ શખસો પોલીસ નહિં હોવાનું માલુમ થતા સુરેશભાઈએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ વીડિયો પણ જુઓ : 
First published: February 15, 2020
વધુ વાંચો
अगली ख़बर