અમદાવાદના (Ahmedabad) સાબરમતી રેલવે પોલીસ સ્ટેશનમાં (Railway Police Station) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશથી એક સગીર અને સગીરા ભાગીને અમદાવાદ આવી ગયા પરંતુ અમદાવાદના રેલવે સ્ટેશન પાસે એક વ્યક્તિ જે ડુપ્લીકેટ (Duplicate Police) પોલીસ બની બંને નું અપહરણ (Kidnapping) કરી લઈ ગયો હતો, નોંધનીય છે કે આરોપીએ સગીરને ભગાડી સગીરા સાથે દુષ્કર્મની કોશિશ કરી હતી, પરંતુ સગીરાની ચાલાકીથી તે બચી ને ભાગી ગઈ હતી.
શુ છે સમગ્ર મામલો
પોલીસ ગિરફત માં આવેલ આરોપી ની ઉમર માત્ર 22 વર્ષની છે પરંતુ તે છેલ્લા ઘણા સમય થી ડુપ્લીકેટ પોલીસ બની લોકો પાસેથી તોડ કરી રહયો હતો. આરોપી અશોક ચૌધરી મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે અને તેના પરિવારમાં ઘણા લોકો પોલીસમાં છે, જેથી તેને પોલીસનો ડ્રેસ પેહરી લોકો પાસેથી તોડ કરવાનું ચાલુ કરી દીધું હતું.
આ પણ વાંચો : અમદાવાદ : rveer67 , rurudddd અને girlss_attitude નામની 3 IDએ યુવતીનું જીવવું હરામ કરી નાખ્યું, પોલીસ તપાસ શરૂ
પરંતુ આ વખતે તો તોડ ની સાથો સાથ એક સગીરાને પોતાના હવસનો શિકાર બનાવવાનું નક્કી કર્યુ હતું. પરંતુ તેણી ભાગી ગઈ હતી. પોલીસે cctv ની મદદથી આરોપીની ધરપકડ કરી લીધી છે.ઘટના કંઈક એમ છે કે ગત 26 જાન્યુઆરીના રોજ સગીર અને સગીરા ઉત્તર પ્રદેશથી ભાગી અમદાવાદ આવી ગયા હતા.
કાલુપુર રેલવે સ્ટેશન પાસે તેમની મુલાકાત આરોપી સાથે થઈ અને આરોપીએ પોલીસ તરીકે ઓળખ આપી માસ્કના નામે તોડ કરવાનું નક્કી કર્યુ હતું. જ્યારે તેને ખબર પડી કે આ લોકો ભાગી ને આવ્યા છે તો આરોપી તેમને યોગા ex માં બેસાડી લઈ જઈ રહ્યો હતો પરંતુ rpfની ચેકીંગના બીકે આરોપીએ બંનેને લઈ કલોલ ઉતરી ગયેલ.
આ પણ વાંચો : સુરત : કોલ સેન્ટરની આડમાં ચાલતા 'ગોરખધંધા' પર પોલીસના દરોડા, 5 યુવતી સહિત 13 વ્યક્તિની ધરપકડ
ત્યાર બાદ ગાંધીનગર ફેરવી પરત અમદાવાદ આવી ગયો હતો.સાંજે સગીરને ધમકાવીને ભગાડી સગીરાને સાથે લઇ નીકળી ગયો હતો અને સાબરમતી સ્ટેશન પાસે અંધારામાં દુષ્કાર્મના ઇરાદે લઈ ગયો હતો. જોકે સગીરાને શંકા જતા તે ભાગી ને ચીમન ભાઈ બ્રિજ નીચે આવી ગઈ હતી અને વાત ની જાણ થતાં પોલીસે ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી.
પોલીસે cctv ના આધારે તપાસ કરી આરોપી ની ધરપકડ કરી લીધેલ છે..મળતી માહિતી પ્રમાણે આરોપીના કરતૂતો ના કારણે પરિવાર સાથે પણ સંબંધ નથી.પોલીસે આરોપી સામે પોસ્કો સહિત અલગ અલગ કલમાઓ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે અને સગીર ને તેના પિતા ને સોંપી દીધેલ છે..જોકે આરોપીએ આ સિવાય અન્ય કેટલા લોકો પાસે થી આ પ્રકારે તોડ કારેલ છે તેની પણ તપાસ શરૂ કરી છે.
નવીન ઝા