હજુ પણ બેંકોમાં જમા થઈ રહી છે નકલી, ફાટેલી નોટો, અમદાવાદની બેંકોમાંથી 6.73 લાખની ડુપ્લીકેટ નોટો મળી આવી

હજુ પણ બેંકોમાં જમા થઈ રહી છે નકલી, ફાટેલી નોટો, અમદાવાદની બેંકોમાંથી 6.73 લાખની ડુપ્લીકેટ નોટો મળી આવી
પ્રતિકાત્મક તસવીર

અલગ અલગ દરની નકલી નોટો મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

  • Share this:
અમદાવાદ : એસઓજી ક્રાઇમે અનેક બેંકોમાં ડુપ્લીકેટ ચલણી નોટો જમા થઇ હોવાના ખુલાસા સાથે ગુનો દાખલ કર્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદની વિવિધ બેંકોમાં ડુપ્લીકેટ ચલણી નોટો જમા થઇ છે. હાલ એસઓજી ક્રાઇમે કુલ 6.73 લાખની 1963 જેટલી ડુપ્લીકેટ ચલણી નોટો કબ્જે કરી છે. અલગ અલગ દરની નકલી નોટો મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

છેલ્લા ત્રણ મહિનાથી અમદાવાદની વિવિધ બેંકોમાં ડુપ્લીકેટ નોટો જમા થઇ છે. જે નોટો એસઓજી ક્રાઇમ દ્વારા રિકવર કરવામાં આવી છે. આ તમામ નોટોને હાલ એફએસએલ ડિપાર્ટમેન્ટમાં મોકલી પણ આપવામાં આવી છે. નોટબંધીને લગભગ ઘણો સમય વીતી ગયો છે. નોટબંધી કરવા પાછળનું મહત્વનું કારણ વૈશ્વિક સ્તરે અને તેમાંય ભારતમાં ઘણી ડુપ્લીકેટ કરન્સી ફરતી હતી. જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી લાદવામાં આવી હતી. પરંતુ હકીકત કંઈક જુદી છે અમદાવાદ એસઓજી ક્રાઇમે પોલીસે બેંકો માંથી 1963 જેટલી ડુપ્લીકેટ અને પ્રિન્ટેન્ડ ચલણી નોટો ઝડપી પાડી છે.આ પણ વાંચો - અમદાવાદ : કોરોનાની બીજી લહેર વચ્ચે સિવિલમાં દરરોજ 55 ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે

જેમાં ઘણી ખરી નોટો ઝેરોક્ષ અથવા તો પ્રિન્ટ થયા હોવાનું પ્રાથમિક તબક્કે પોલીસ માની રહી છે. ત્યારે આટલી મોટી માત્રામાં ડુપ્લીકેટ ચલણી નોટો બેંકોમાં આવી કઈ રીતે? આ વિષય ઉપર પોલીસનું માનવું છે કે બેંકના વહીવટી વિભાગ જે મોટા જથ્થામાં નોટો મશીન વડે ગણાતા હોય છે તેમાં આવી નોટો આવી ગયા હોવાનું હાલ પોલીસ અને સત્તાધિશ એજન્સીઓ માની રહી છે.

હાલ એસઓજી ક્રાઇમે અમદાવાદની આશરે 14 જેટલી બેંકો માંથી ડુપ્લીકેટ અને પ્રિન્ટેન્ડ ચલણી નોટો મળી આવી છે. પોલીસે 2 હજારના દરની 149, 500ના દરની 423 , 200ના દરની 308, 100ના દરની 960, 50ના દરની 120, 20 ના દરની 2, 10ના દરની એક મળી આવી કુલ 1963 નકલી નોટો કબજે કરી છે.
Published by:Ashish Goyal
First published:April 20, 2021, 19:59 pm