NSUIના કાર્યકર્તાઓ દ્વારા GLSના રજિસ્ટ્રાર ઉપર ડુપ્લિકેટ નોટો ઉડાવવામાં આવી

NSUIના કાર્યકર્તાઓ દ્વારા GLSના રજિસ્ટ્રાર ઉપર ડુપ્લિકેટ નોટો ઉડાવવામાં આવી
NSUIના કાર્યકર્તાઓ દ્વારા GLSના રજિસ્ટ્રાર ઉપર ડુપ્લિકેટ નોટો ઉડાવવામાં આવી

કોરોના કાળમાં વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી ફી ખોટી રીતે લેવામાં આવે છે તેવું જણાવીને NSUIના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં GLS યુનિવર્સિટ માં વિદ્યાર્થીઓ પાસેથી જે ઓનલાઇન ફી લેવામાં આવે છે તેમાં સ્પોર્ટ્સ ફી અને લેબ ફી જેવી ફી લેવામાં આવે છે. કોરોના કાળમાં વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી ફી ખોટી રીતે લેવામાં આવે છે તેવું જણાવીને NSUIના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

આ અંગે NSUIના કાર્યકર્તા દ્વારા પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓ દ્વારા GLSના રજિસ્ટ્રાર ભાલચંદ્ર જોશી ઉપર ડુપ્લિકેટ નોટો ઉડાવવામાં આવી હતી. આ સાથે તમામ કાર્યકર્તાઓએ GLS પ્રેસિડેન્ટ સુધીર નાણાવટીની ઓફિસમાં ઘૂસીને હંગામો મચાવ્યો હતો.



આ પણ વાંચો - કોંગ્રેસના જે MLA પર હતો ગરીબોનું રાશન ખાવાનો આરોપ, શિવરાજ સરકારમાં તે જ ખાદ્ય મંત્રી બન્યા

કોગ્રેસની ચૂંટાયેલી પાંખ NSUI દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે જીએલએસ યુનિવર્સિટી દ્વારા 51 લાખનું દાન કોરોના કાળમાં સરકારને આપ્યું છે તો પછી આ જ સમયની અંદર વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ ફી માફી શા માટે નહીં? online એજ્યુકેશન માટે શા માટે પૂરેપૂરી ફી ભરવામાં આવે તેવું દબાણ કરવામાં આવે છે.
Published by:Ashish Goyal
First published:July 13, 2020, 17:17 pm

ટૉપ ન્યૂઝ