અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ફેસબુકમાં ખોટા એકાઉન્ટ બનાવી ગુનો કરનાર બે અલગ-અલગ શખ્સોની ધરપકડ કરી છે.એક આરોપીએ ફેસબુકમાં વધુ લાઈક મેળવવા ત્યારે અન્ય આરોપીએ યુવતી સાથે બદલો લેવા ખોટો એકાઉન્ટ બનાવ્યા હોવાની વાત સામે આવી છે.
ક્રાઇમ બ્રાંચે રુતીક નામના 21વર્ષીય યુવકની ફેસબુકમાં ખોટા એકાઉન્ટ બનાવવાના કેસમાં ધરપકડ કરી છે..પોલીસનુ કહેવુ છે કે આરોપીએ પુજા રાજપુત નામનુ એક ફેસબુક એકાઉન્ટ બનાવ્યુ હતુ અને જેમાં વોટસઅપ ગ્રુપમાંથી એક યુવતિનો ફોટોનો ઉપયોગ કર્યો હતો.પરંતુ જ્યારે જે યુવતીનુ ફોટો હતો તેમા સંબંધીઓ મારફતે જાણ થઈ ત્યારે તેમને ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ દાખલ કરાવી હતી.જોકે આરોપી દ્રારા આવુ કરવા પાછળનુ કારણ પણ ખુબજ હાસ્યપદ છે.આરોપી ફેસબુકમાં લાઈક મેળવવા માટે આવુ કર્યા હોવાની કબુલાત કરી છે.તે પોતાના ટેગ કરતો હતો.
ગર્લફ્રેન્ડને બદનામ કરવા બનાવ્યું એફબીનું ફેક આઇડી
ત્યારે બીજી બાજુ આવાજ પ્રકારના ગુનામાં ક્રાઈમ બ્રાંચે આ વ્યકિતની ધરપકડ કરી છે.પ્રકાશ રાજગોર નામના યુવકે પોતાના સાથે અગાઉ કામ કરી ચુકી એક યુવતિને બદનામ કરવા માટે ફેસબુકમાં અલગ-અલગ ત્રણ એકાઉન્ટ બનાવ્યા હતા.જેમાં યુવતીના ફોટા,યુવતીનો મોબાઈલ નંબર અને ગંદા કોમેન્ટો પોસ્ટ કરતો હતો.આરોપીએ એક પ્રોફાઈલ પ્રકાશ નામનુ ત્યારે અન્ય બે અલગ-અલગ યુવતીઓના નામે બનાવ્યા હતા.
પ્રતિકાત્મક તસવીર