હજી 24 કલાક ગુજરાતનાં આ વિસ્તારોમાં થશે ભારેથી અતિભારે વરસાદ

News18 Gujarati
Updated: November 7, 2019, 3:10 PM IST
હજી 24 કલાક ગુજરાતનાં આ વિસ્તારોમાં થશે ભારેથી અતિભારે વરસાદ
પ્રતિકાત્મક તસવીર

ગઇકાલથી રાજ્યનાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ (heavy  rain fall) વરસી રહ્યો છે.

  • Share this:
વિભુ પટેલ, ગુજરાત : ગુજરાત (Gujarat) પરથી 'મહા' વાવાઝોડાનું  (Maha Cyclone) સંકટ ટળ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી 24 કલાક રાજ્ય માટે ભારે છે. ગઇકાલથી રાજ્યનાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ (heavy  rain fall) વરસી રહ્યો છે. ત્યારે હજી 24 કલાક પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યનાં અનેક વિસ્તારોમાં ગઇકાલથી વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગનાં ડાયરેક્ટર જયંત સરકારે, આ અંગે વાત કરતાં જણાવ્યું છે કે, 'સૌરાષ્ટ્રનાં દીવ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત સુરત, ભરૂચ અને આણંદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.'

આ પણ વાંચો : 'મહા' અસર : સુરતમાં 3 લાખ હેક્ટર જમીનમાં ડાંગરનાં પાકને નુકસાન

મહા વાવાઝોડું હવે ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. જે 12 કલાક પછી ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. સૌરાષ્ટ્ર, કચ્છ, સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર અને અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી વરસાદમાં ઘટાડો થવાની સંભાવના છે. જ્યારે રાજકોટમાં સામાન્ય વરસાદ રહેશે. આ વરસાદની સામે લોકોને રક્ષણ પુરૂં પાડવા માટે ગઇકાલથી તંત્ર એલર્ટ પર આવી ગયું છે. જરૂર જણાય ત્યાં એનડીઆરએફની ટુકડીઓ તહેનાત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : 'મહા' અસર : દીવનાં દરિયામાં ભારે કરંટ, ચારથી પાંચ ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં
First published: November 7, 2019
વધુ વાંચો
अगली ख़बर