માંડલ પાસે આંતરજ્ઞાતીય લગ્ન કરનાર દલિત યુવકની નિર્મમ હત્યા

News18 Gujarati
Updated: July 9, 2019, 1:56 PM IST
માંડલ પાસે આંતરજ્ઞાતીય લગ્ન કરનાર દલિત યુવકની નિર્મમ હત્યા
હરેશ સોલંકીની પત્ની સાથેની ફાઇલ તસવીર

ગાંધીધામનાં રહેવાસી હરેશ યશવંતભાઇ સોલંકીએ વરમોર ગામમાં રહેતી યુવતી સાથે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યાં હતાં.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : અમદાવાદ જિલ્લાનાં માંડલનાં વરમોર ગામમાં એક દલિત યુવાનની હત્યા કરવામાં આવી છે. ગાંધીધામનાં રહેવાસી હરેશ યશવંતભાઇ સોલંકીએ વરમોર ગામમાં રહેતી યુવતી સાથે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યાં હતાં. યુવતીનાં માતાપિતા તેને ખુશીથી ગાંધીધામથી વણમોર રહેવા માટે લઇ ગયા હતાં. જે બાદ આ યુવકને પણ ત્યાં બોલાવીને તીક્ષ્ણ હથિયારોથી માર મારીને હત્યા કરી દીધી છે.

અભ્યમની ટીમ સાથે યુવતીનાં ગામે ગયા હતા

આ મામલે મળતી માહિતી પ્રમાણે હરેશ સોલંકીએ વરમોર ગામે રહેતી ઉર્મીલાબેન ઝાલા સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. બે મહિના પહેલા યુવતીનાં માતાપિતા યુવકનાં ઘરેથી યુવતીને લઇ ગયા હતા અને યુવકને પણ ત્યાં બોલાવ્યો હતો. આ યુવતીને બે મહિનાનો ગર્ભ પણ છે.  યુવકે વરમોર જતા પહેલા અભ્યમમાં જાણ કરીને તેમની ટીમને પણ સસરાને ઘરે સમજાવવા માટે બોલાવ્યાં હતાં. જે બાદ અભ્યમની ટીમ યુવતીનાં ઘરે સમજાવવા માટે ગયા હતાં. જ્યારે યુવકને વાનની અંદર બેસવાનું કહ્યું હતું.

અભ્યમની વાન


ઘરે યુવતીનાં પરિવારને સમજાવીને અભ્યમની ટીમ બહાર આવી ત્યારે ત્યાં એક ટોળું હાથમાં ધારિયા, તલવાર, છરી અને લાકડીઓ લઇને આવી હતી. આ ટોળાએ અભ્યમની વાન અને યુવક પર હુમલો કર્યો હતો. જેમાં યુવકની હત્યા કરવામાં આવી હતી.

યુવતીનાં પરિવારને સમજાવીને અભ્યમની ટીમ બહાર આવી ત્યારે ત્યાં એક ટોળું ઉભું હતું.
આરોપીઓનાં નામ

આરોપીઓ દશરથસિંહ ધનુભા ઝાલા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે કાનો દશરથસિંહ ઝાલા, હસમુખસિંહ, જયદીપસિંહ, અજયસિંહ, અનીપસિંહ, પરબતસિંહ, હરીશચંદ્રસિંહ છે. આ તમામ આરોપીઓ માંડલનાં જ રહેવાસી છે. આ આરોપીઓમાંથી માત્ર એક જ જણની ધરપકડ થઇ છે અને અન્ય બધા ફરાર છે. હાલ આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો : દલિતો પરના અત્યાચારનાં કિસ્સામાં રૂ. ૧૬ કરોડની સહાય ચૂકવાઇ: ગુજરાત સરકાર
First published: July 9, 2019, 1:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading