ગુજરાતીઓ સાવધાન! રાજ્યમાં પાંચ દિવસ રહેશે ઠંડીનો ચમકારો


Updated: January 16, 2020, 9:36 AM IST
ગુજરાતીઓ સાવધાન! રાજ્યમાં પાંચ દિવસ રહેશે ઠંડીનો ચમકારો
સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં ૬ ડિગ્રી નોંધાઈ છે.

ઉત્તરાયણ પછી ઠંડી વધતા આજે અમદાવાદના ગાર્ડનમાં પણ અમદાવાદીઓની સંખ્યા ઓછી જોવા મળી.

  • Share this:
અમદાવાદ : સમગ્ર રાજ્યમાં ઉત્તર દિશાના ઠંડા પવન ફરી વળતા કડકડતી ઠંડીને કારણે સમગ્ર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. રાજ્યનાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે જ્યારે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પર રહેશે. આજ પ્રમાણે રાજ્યના વિવિધ શહેરોના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. જેને પરિણામે આજે અમદાવાદનાં પ્રહલાદનગર ગાર્ડનમાં પણ કસરત કરતા લોકોની સંખ્યા ઓછી જોવા મળી હતી. તો કેટલાક લોકો ઠંડી મોર્નિંગ વોક કરતા નજરે પડ્યા હતા.

બે દિવસ બાદ ઠંડી ઘટશે

ઉત્તરાયણ પછી એટલે આજથી ઠંડીના ચમકારામાં વધારો થયો છે. આગામી દિવસ ઉત્તર દિશાનાં ઠંડા પવનનાં અસરના કારણે ઠંડીમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીના ચમકારામાં વધારો થયો છે. આગામી બે દિવસ બાદ ઠંડી ઘટશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે રવિવાર સુધી રાજ્યનું લઘુત્તમ તાપમાન 6-10 ડિગ્રીની આસપાસ રહેવાનું છે. સોમવારે સૌરાષ્ટ્ર અને કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં થયેલા વરસાદના કારણે અહીં ઠંડીનું પ્રમાણ વધારે અનુભવાઈ રહ્યું છે.

આ  પણ વાંચો : અમદાવાદ : પરિણીતા સાથે પ્રેમ સંબંધમાં જીવ ગુમાવ્યો, પત્નીનાં મોબાઇલમાં મેસેજથી પતિને થઈ જાણ

ક્યાં કેટલુ તાપમાન નોંધાયું?

ગઈકાલ સાંજના 5 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો નલિયા 6.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. આ સિવાય અન્ય શહેરોના લઘુત્તમ તાપમાન પર નજર કરીએ તો ભુજ 9.2, ડિસા 9.4, રાજકોટ 12, કેશોદ-જૂનાગઢ 11.2, ગાંધીનગર 11.8 અને અમદાવાદ 12.8 નોંધાયું છે. આગામી પાંચ દિવસના હવામાન પર નજર કરીએ તો રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત છે.આ  પણ વાંચો : રાજકોટ ફાયરિંગ : મોડી રાત્રે PSI ચાવડાની ધરપકડ, સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરાયો
First published: January 16, 2020, 8:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading