રાજ્યમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી

News18 Gujarati
Updated: November 12, 2019, 4:09 PM IST
રાજ્યમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી
13થી 15 નવેમ્બરનાં રોજ સામાન્યથી મઘ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે

હવામાન વિભાગે શિયાળાની સિઝનમાં કમોસમી વરસાદની આગાહી કરતાં ખેડૂતોમાં ચિંતાની લાગણી છવાઇ છે.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ : રાજ્યમાં 'મહા' વાવાઝોડાનું (Maha Cyclone) સંકટ ટળ્યા બાદ પણ હવામાન વિભાગે 13થી 15 નવેમ્બરનાં રોજ સામાન્યથી મઘ્યમ વરસાદની (Monsoon) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના (Cyclonic circulation) કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન કચ્છ, દ્વારકા, પોરબંદર, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી અને બનાસકાંઠામાં સામાન્યથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે શિયાળાની સિઝનમાં કમોસમી વરસાદની આગાહી કરતાં ખેડૂતોમાં ચિંતાની લાગણી છવાઇ છે. આ મોસમમાં તેમનો પાક બે વખત તો બગડી ચૂક્યો છે ત્યારે ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતા વધી ગઇ છે. તેમણે ઠંડીની આગાહી કરતા જણાવ્યું કે, 15 નવેમ્બર બાદ થોડી ઠંડીની શરૂવાત થઇ જશે.

આ પણ વાંચો : અમદાવાદ : ટ્રાફિક નિયમન કરતી વખતે હવે ટ્રાફિક જવાનો મોબાઇલ વાપરી નહીં શકે

કમોસમી વરસાદને કારણે શાકભાજીનાં ભાવમાં વધારો

ગુજરાતમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદની આડ અસર હવે વર્તાવાની શરૂ થઇ ગઇ છે. ગુજરાતનાં સ્થાનિક શાકભાજીના પાકને  વરસાદના કારણે પારાવાર નુકશાન થયું હોવાથી હાલમાં તેની આવકો ઘટી જતા છેલ્લા બે દિવસથી રાજ્યભરમાં  શાકભાજીના હોલસેલમાં ભાવ લગભગ  દોઢા-બમણા થઇ ગયા છે. હોલસેલમાં 5થી 6 રૂપિયે કિલોના ભાવે મળતા રીંગણ હાલમાં 12થી 15 રૂપિયાનાં ભાવે મળી રહ્યા છે. 25થી  30 રૂપિયાનાં ભાવે મળતા ટિંડોળા હાલમાં 45થી 50 રૂપિયે મળે છે. એકબાજુ લગ્નગાળાની સિઝન ખૂલી છે તેવામાં વધેલા શાકભાજીના ભાવે લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે.

First published: November 12, 2019
વધુ વાંચો
अगली ख़बर