અમદાવાદ : લોકોની ભીડથી ઉભરાતું ગાંધી રોડનું કંકોત્રી બજાર સૂનુ પડ્યું, જાણો કેમ

અમદાવાદ : લોકોની ભીડથી ઉભરાતું ગાંધી રોડનું કંકોત્રી બજાર સૂનુ પડ્યું, જાણો કેમ
અમદાવાદ : લોકોની ભીડથી ઉભરાતું ગાંધી રોડનું કંકોત્રી બજાર સૂનુ પડ્યું, જાણો કેમ

અમદાવાદના ખાડિયા અને ગાંધી રોડ પર એક બે નહીં પરંતુ 150 જેટલી દુકાનો માત્ર લગ્ન પ્રસંગે કંકોત્રી છાપવા માટેનું કામ કરે છે

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસની ગાઈડલાઈનને કારણે આ વર્ષે લગ્ન વાંચ્છુકોને આર્શીવાદ આપવા માટે માત્ર 100 લોકો જ હાજર રહી શકે છે. સરકારની કોરોના ગાઈડલાઈનના કારણે લગ્ન સાથે સંકળાયેલા લોકોનો ધંધો ઠપ થઈ ગયો છે. લગ્ન કંકોત્રીના વિક્રેતા કહે છે કે ડિજિટલ યુગમાં આખરે હવે કેવી રીતે કંકોત્રીનું ચલણ ફરી માર્કેટમાં આવશે. કંકોત્રીને બદલે લોકોએ ડિજિટલ આમંત્રણ શરુ કર્યુ છે. જેના કારણે હવે કંકોત્રીમાં વાંચવા મળતા ટહૂકા વિસરાશે કે શું તે સવાલ થઈ રહ્યો છે.

એક સમય હતો કે અહીં ગાંધી રોડના કંકોત્રી બજારમાં લોકોની ભીડ જોવા મળતી હતી. બેસવાની પણ જગ્યા મળતી ન હતી. હાલ આ સ્થળ પર માત્ર સુનકાર છે. જેની પાછળનું કારણ લગ્ન સમારંભમાં મુકવામાં આવેલા કાપ છે. આ અંગે ગાંધી રોડ કંકોત્રી કરી આપનાર હેમાંગીની પટેલે કહ્યું હતું કે છેલ્લાં 100 વર્ષમાં કંકોત્રીના બિઝનેસમાં જેવી અસર નથી જોવા મળી એવી અસર હાલ જોવા મળી છે. જેની પાછળનું કારણ સરકારની ગાઈડલાઈન છે. 200 લોકોને છૂટ આપ્યા બાદ ફરી એક વાર 100 માણસોની છૂટ આપવામાં આવી જેને લઈને લોકો કંકોત્રી છપાવવા નથી. ગયા વર્ષે આ જ સિઝનમાં લોકો 2 થી 5 હજાર કંકોત્રી છપાવવા આવતા હતા.આ પણ વાંચો - રાજ્યમાં કોરોના વેક્સિનેશન માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ, રાજ્યમાં તાલુકા કક્ષા સુધી ટાસ્કફોર્સની રચના

અમદાવાદના ખાડિયા અને ગાંધી રોડ પર એક બે નહીં પરંતુ 150 જેટલી દુકાનો માત્ર લગ્ન પ્રસંગે કંકોત્રી છાપવા માટેનું કામ કરે છે. અહીં તમામની હાલત આવી જ છે. માર્કેટમાં દિવાળી બાદ લગ્ન કંકોત્રી છપાવવાનું કામ પુરજોશમાં ચાલે છે પરંતુ પ્રિન્ટીંગ પ્રેસની સાથે કંકોત્રી છપાવવા કોઈ આવતું નથી. લોકો આવે છે અને માત્ર 25-50 કંકોત્રી જ છપાવે છે જે મંદિરમાં અને પોલીસમાં જ આપવાની હોય છે.

આ અંગે પાયલબેને કહ્યું હતું કે તેઓ કંકોત્રીના બિઝનેસ સાથે છેલ્લાં 3 વર્ષથી જોડાયેલાં છે. આ વર્ષે તેમનાં પરિવારમાં પણ લગ્ન હતા પરંતુ પરિવારજનોએ કંકોત્રી છપાવી નથી. ડિસેમ્બરમાં સૌથી વધુ લોકોએ કંકોત્રીનાં ઓર્ડર કેન્સલ કરાવ્યા છે. જયારે ફેબ્રુઆરી માટે હજુ સુધી લોકોએ એડવાન્સ ઓર્ડર આપ્યા નથી.
Published by:Ashish Goyal
First published:December 04, 2020, 23:15 pm

ટૉપ ન્યૂઝ