અમદાવાદ : કોરોનાના ખતરાથી પોલીસ હવે આરોપીને પકડવામાં રાખે છે ખાસ તકેદારી


Updated: May 21, 2020, 5:06 PM IST
અમદાવાદ : કોરોનાના ખતરાથી પોલીસ હવે આરોપીને પકડવામાં રાખે છે ખાસ તકેદારી
નારોલ પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)

આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો તેના સંપર્કમાં આવેલા પોલીસકર્મીઓએ પણ ક્વૉરન્ટીન થવું પડે છે.

  • Share this:
અમદાવાદ : કોરોનાના રોગચાળા (Coronavirus) વચ્ચે અનેક લોકો ચેપનો શિકાર બની રહ્યા છે. કોરોનાનો ચેપ લાગ્યા બાદ અનેક લોકો તેની સામે જંગ જીતી જાય છે તો અનેક લોકોએ જીવ ગુમાવવો પડે છે. કોરોનાના સંકટ વચ્ચે એક વિભાગ એવો છે જે કોરોના સામે લડી રહ્યો છે, તેની સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થા (Law and Order)ની સ્થિતિ પણ સંભાળી રહ્યો છે.

કોરોનાના કપરા કાળમાં પોલીસની જવાબદારી અનેકગણી વધી જાય છે. બીજી તરફ અનેક એવા બનાવો બન્યા છે જ્યારે પોલીસે પકડેલા આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવે છે. આવા સમયે પોલીસ મુશ્કેલીમાં મૂકાય છે. જે બાદમાં આરોપીની સાથે સાથે તેમણે પણ ક્વૉરન્ટીન રહેવું પડે છે.

નારોલ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદમાં તેમને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાત દિવસ પહેલા નારોલ વિસ્તારમાં (ગૌ વંશ) એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સાત આરોપીઓ હતા .પોલીસે પહેલા ચાર આરોપીની ધરપકડ કરી હતી. આ તમામ લોકોનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ અન્ય ત્રણ વોન્ટેડ આરોપીની ધરપકડ બાદ તેમનો રિપોર્ટ કરવામાં આવતા તે પોઝિટિવ આવ્યો હતો.

આ પણ વાંચો :  રમૂજી દ્રશ્યો : મોર્નિંગ વૉકર્સ પોલીસને જોઈને ભાગ્યા, તેમની પાછળ શ્વાનનું ટોળું દોડ્યું

પોલીસે પહેલાથી જ તકેદારી રાખી હતી

ધરપકડ બાદ અનેક આરોપીના રિપોર્ટ પોઝિટિવ આવ્યાનું ધ્યાનમાં રાખીને પોલીસે પણ હવે શીખ લીધી છે. પોલીસ હવે આરોપીને પકડતા પહેલા તમામ તકેદારી રાખે છે. જેનાથી આરોપી પોઝિટિવ હોય તો પણ તેમને ચેપ ન લાગે. આ મામલે નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ.ગોહિલનું કેહવું છે કે અમારી પોલીસે સંપૂર્ણ તકેદારી સાથે કાર્યવાહી કરી છે. આરોપીઓને અલગ રાખી રિપોર્ટ થયો છે, જેથી હાલ કોઈ ચિંતાની વાત નથી.પોલીસ હવે આરોપીની ધરપકડ પહેલા હેન્ડ ગ્લોવ્ઝ, માસ્ક પહેરવા સુધીની તકેદારી રાખે છે. એટલું જ નહીં આરોપીને સ્પર્શ કરવાથી પણ દૂર રહે છે. આ ઉપરાંત ધરપકડ બાદ પણ તેમને અલગ રાખવામાં આવે છે. આથી જો કદાચ આરોપીનો ટેસ્ટ પોઝિટિવ આવે તો પણ પોલીસના કોઈ કર્મચારીને ક્વૉરન્ટીન ન થવું પડે.
First published: May 21, 2020, 5:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading