વિશ્વનો સૌથી મોટો ડાન્સ ફેસ્ટિવલ એટલે નવરાત્રિ રાજ્યમાં ઉજવાઇ રહ્યો છે. મોટા શહેરોમાં ઘણી બ્રાન્ડ ગરબાનું આયોજન કરતા હોય છે. અમદાવાદમાં સિંધુભવન પર આવેલા પાર્ટી પ્લોટમાં એક રેડિયો સ્ટેશન વર્ષોથી ગરબા યોજે છે. જેમાં આરજે સ્ટેજ પર ચઢીને ઉભેલા ખેલૈયાઓ તરફ સીડી ફેંકતા નાના છોકરાને સીડી વાગી છે.
જેની ફરિયાદ બાળકના પિતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ ફરિયાદ જાણીતા આરજે દેવકી, નિષિતા, હર્ષ, ધ્રુમિલ આયુષ સામે નોંધા વી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે વર્ષોથી શહેરમાં આવેલા માહી પાર્ટી પ્લોટમાં એક એફએમ દ્વારા ગરબાનું આયોજન થાય છે. જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા ઘૂમે છે. દર વર્ષે તેઓ નવરાત્રિના આ ઇવેન્ટમાં એક સીડી બહાર પાડે છે અને તે સીડીનું વિતરણ પણ ખેલૈયાઓમાં કરે છે.
આ રીતે ફેંકવામાં આવે છે સીડી.
આ વિતરણ કરવા માટે તેમના પાંચ જાણીતા આરજે સ્ટેજ પર જાય છે અને તેઓ ત્યાંથી જ તેમને બનાવેલી સીડી લોકોમાં વહેંચવા માટે ફેંકતા હોય છે. સામાન્ય રીતે ખેલૈયાઓ આ ખાસ ક્ષણની રાહ જોતા હોય છે પરંતુ કાલે રાતે સીડી ફેંકતા એક નાના બાળકને વાગી ગયું હતું.
ગરબા સ્થળે પ્રાથમિક સારવારની પણ સુવિધા ન હતી જેથી તેને તાત્કાલિક સંજીવની હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જે પછી બાળકના પિતાએ લોકોની સલામતી ન જોખમાય તે અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર