અમદાવાદઃ દારૂ પીધેલા ભાવનગરના PI કેસ, એચ એમ યાદવ અંગે થયો મોટો ખુલાસો


Updated: January 6, 2020, 11:00 PM IST
અમદાવાદઃ દારૂ પીધેલા ભાવનગરના PI કેસ, એચ એમ યાદવ અંગે થયો મોટો ખુલાસો
ભાવનગરના પીઆઈ યાદવની તસવીર

ભાડજ સર્કલ પાસે એક રેસ્ટોરન્ટની બહાર માથાકૂટ કરી પોલીસ સ્ટેશનને સતત છ કલાક સુધી માથે લેનાર પીએસઆઇ એમ એચ યાદવની પોલીસ ફરજમાં રુકાવટ કરવાનો અને પ્રોહીબિશનના ગુનામાં ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા હતા.

  • Share this:
અમદાવાદ: ભાડજ સર્કલ પર આવેલી એક હોટલની (hotel) બહારના પાનના ગલ્લા પર સિગારેટ પીવા બાબતે ઘર્ષણ કરનાર પીએસઆઇ (PSI) એચ એમ યાદવ હાલ પોલીસબેડામાં ચર્ચાઇ રહ્યા છે. તેમના નજીકના લોકો કહી રહ્યા છે કે તેઓ નરોડામાં ફરજ પર હતા ત્યારે કોઈ લત ન હતી પણ બાદમાં ગોમતીપુર પોલીસ સ્ટેશન (Gomatipur police station) બદલી આવી અને ઝોન 5 સ્ક્વોડમાં મુકાતા જ તેઓ દારૂની લતે ચઢ્યા હતા. તો પીએસઆઇ યાદવ સોમવારે સાંજે પરિવાર સાથે ગોવા જવાના નીકળવાના હતા અને આગલી રાત્રે જ પોલીસે ધરપકડ કરી હતી.

ભાડજ સર્કલ પાસે એક રેસ્ટોરન્ટની બહાર માથાકૂટ કરી પોલીસ સ્ટેશનને સતત છ કલાક સુધી માથે લેનાર પીએસઆઇ એમ એચ યાદવની પોલીસ ફરજમાં રુકાવટ કરવાનો અને પ્રોહીબિશનના ગુનામાં ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા હતા. તેઓને સવારે દારૂનો નશો ઉતરતા શાંત પડયા હતા. પણ બાદમાં ભાડજ સર્કલ પર લોકોએ બબાલ કરી અને મોબાઈલ ચોરાયો હોવાનો આક્ષેપ કરી પોલીસ સમક્ષ ફરિયાદ કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચોઃ-સાણંદઃ કેનાલમાંથી યુવતીની બાંધેલી હાલતમાં લાશ મળી, હત્યાની ફરિયાદ

જોકે પોલીસે આરોપી પીએસઆઇ ની એક પણ રજુઆત સાંભળી નહોતી અને પોલીસને ગાળો ન ભંડાય તે અનુભૂતિ કરાવી હતી. તો સોલા પોલીસસ્ટેશનના સૂત્રોના જણાવ્યા મુજબ પીએસઆઇ ભાવનગર માં ફરજ પર હતા અને ત્યાંથી તેઓ રજા લઈને આવ્યા હતા. રવિવારે સાંજે આ ઘટના તો બની પણ સોમવારે સાંજે તેમને પરિવાર સાથે ગોવા ફરવા જવાનું હતું. જે હવે કદાચ આજના દિવસે શક્ય બન્યું ન હતું. તેમને અગાઉથી જ આ ટિકિટ કરાવી રાખી હતી. અને નરોડાના કોઈ મિત્ર થકી આ ટિકિટ કરાવી હતી.

આ પણ વાંચોઃ-RTE કાયદાને જ્ઞાતિ અને જાતિના આધારે અમલમાં મૂકવા મામલે હાઈકોર્ટમાં PIL

આ પણ વાંચોઃ-નિત્યાનંદ આશ્રમનો વિવાદમાં વધુ એક નવો વળાંક, જનાર્દન શર્માની મોટી પુત્રી લોપામુદ્રાએ કર્યો ઘટસ્ફોટપોલીસનું કહેવું છે કે આરોપી પીએસઆઇ એ પહેલા નશામાં ચકનાચૂર થઈને ઉધામા મચાવ્યા અને બાદમાં પોલીસ તેમની ફરિયાદ નથી લેતી તેવો આક્ષેપ શરૂ કર્યો હતો. જોકે રાતથી બીજે દિવસે સાંજ સુધી ચાલેલા આ દ્રામામાં પીએસઆઇ સાથે સતત પાંચથી છ પોલીસકર્મીઓ ને રાખવા પડયા હતા.
First published: January 6, 2020
વધુ વાંચો
अगली ख़बर