અમદાવાદ : વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દારૂડિયાઓના ધમપછાડા, છોડી મૂકવામાં દિવાલમાં માથા પછાડ્યા

અમદાવાદ : વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દારૂડિયાઓના ધમપછાડા, છોડી મૂકવામાં દિવાલમાં માથા પછાડ્યા
પ્રતિકાત્મક તસવીર

પોલીસ સાથે તકરારના બે કિસ્સા વાંચીને આશ્ચર્ય થશે, એકમાં દારૂડિયાઓની ધમાલ તો બીજામાં માસ્ક વગર ઝડપાયેલાનો કકળાટ

  • Share this:
અમદાવાદ: એકતરફ કોરોના અને બીજીતરફ પોલીસને કામગીરીનું ભારણ રહેલું છે. વસ્ત્રાપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્રણ નબીરાઓને પકડ્યા હતા જેમાં એક યુવક દારૂ પિધેલી હાલતમાં મળી આવતા તેઓને પોલીસસ્ટેશન લઈ જવાયા હતા. જ્યાં લઈ જતા જ નબીરાઓ પોલીસ ને ગરમી બતાવવા લાગ્યા અને એમાંથી એક એ તો દીવાલ પર માથું પછાડી છોડી મુકવા ધમપછાડા કર્યા હતા.

વસ્ત્રાપુર પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા મ.સ.ઇ પ્રહલાદ ભાઈ તેમની ટિમ સાથે સંજીવની હૉસ્પિટલ પાસે પોઇન્ટ પર હાજર હતા. ત્યારે ત્રણ લોકો વાહન લઈને બુમાબુમ કરતા નિકલ્યા હતા. જેથી પોલીસે તેઓને અટકાવી બહાર નીકળવાનું કારણ પૂછ્યું હતું. જેથી એક યુવક દારૂના નશામાં ચકનાચૂર હોવાથી પોલીસની સામે થઈ ગયો હતો અને પોતાને ઉપર સુધી ઓળખાણ છે તેમ કહી પોલીસને દમ મારતો હતો. જેથી આ બાબતે ડિસ્ટાફ પીએસઆઇ સહિતના લોકોને જાણ કરવામાં આવી હતી.



જેથી પોલીસ શાહપુરના પ્રતીક પંચાલ, કુંજલ પટેલ અને આદિશ શાહ ને પોલીસસ્ટેશન લાવી હતી. જ્યાં આ ત્રણમાંથી કુંજલ પટેલ એ દારૂના નશામાં D-સ્ટાફની ઓફિસમાં માથા પછાડવાનું શરૂ કર્યું અને પોલીસને જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. જેથી પોલીસે ત્રણેવ સામે ગુનો નોંધી તેઓને કાયદાના પાઠ ભણાવ્યા હતા.

માસ્ક વગર નીકળેલા યુવકને રોકતા હાઇકોર્ટ-સુપ્રીમ કોર્ટ જવાની ધમકી આપી

રાત્રે 10 વાગ્યા બાદ જ્યારે કરફ્યુ અમલમાં આવે છે ત્યારે બહાર નીકળેલા લોકો રોડ પર ઉભેલી પોલીસને જોઈને ગભરાઈ ને અવનવા બહાના આપીને છટકી જાય છે. પણ અનેક કિસ્સા માં પોલીસથી બચીને ભાગવા જવામાં ક્યાંક તે વ્યક્તિને નુકશાન પહોંચે છે. આવી જ ઘટના જમાલપુર દરવાજા પાસે બની હતી. એક યુવક માસ્ક પહેર્યા વગર નીકળતા પોલીસે રોક્યો હતો. ગભરાઈ ગયેલા યુવજે બાઇક ભગાવતા તે સ્લીપ ખાઈ ગયો હતો.

આ પણ વાંચો :  સુરત : મંત્રી કાનાણીના દીકરાના કારસ્તાનનો ઑડિયો Viral, મહિલા કોન્સ્ટેબલ સાથે બબાલ કરી

ગાયકવાડ હવેલી પોલીસનો સ્ટાફ જમાલપુર દરવાજા પાસે હતો. ત્યારે માસ્ક વગર નીકળતા લોકોને પકડી તેઓ સામે કાર્યવાહી કરવાની કામગીરી ચાલતી હતી. તેવામાં એક યુવક માસ્ક વગર બાઇક લઈને નીકળતા પોલીસે તેને હાથ બતાવી રોક્યો હતો. પણ આ યુવક ગભરાઈ જતા તેણે બાઇમ ભગાવી અને આખરે તે રોડ પર સ્લીપ ખાઈ ગયો હતો. આજ પોલીસના સહારે તે ઉભો થયો અને બાદમાં પોલીસે ઇરફાન કુરાવાલા નામના આ વ્યક્તિ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો : સુરત : Don સૂર્યા મરાઠી હત્યાકેસનો ફરાર આરોપી પોલીસની કેદમાં, મોટુ કાંડ કર્યા બાદ ઝડપાયો

જ્યારે ખાડીયામાં ત્રણ લોકોને માસ્ક ન પહેર્યું હોવાથી રોકતા પોલીસને ધમકી આપી હતી. તેઓ આ બાબતે હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જશે તેવી ધમકી આપતા પોલીસે મોહમદ વસીમ અબ્બાસી, મોહમદ આસીફ અબ્બાસી, ઇકબાલ હુસેન શેખ સામે ગુનો નોંધી કાયદાના પાઠ ભણાવ્યા હતા.
Published by:Jay Mishra
First published:July 12, 2020, 07:33 am

ટૉપ ન્યૂઝ