Home /News /madhya-gujarat /

અમદાવાદઃ 'અહીં તો દારુ પીવું એ સામાન્ય બાબત છે, તારે સહન કરવું પડશે', અસહ્ય ત્રાસથી પરિણીતાએ કરી ફરિયાદ

અમદાવાદઃ 'અહીં તો દારુ પીવું એ સામાન્ય બાબત છે, તારે સહન કરવું પડશે', અસહ્ય ત્રાસથી પરિણીતાએ કરી ફરિયાદ

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad crime news:પરિણીતાના (married woman) સાસુ સસરા (in laws) કહેતા હતા કે તું ઘરે આવી છે પછી અમારા ઘરમાં બધી તકલીફો થઈ છે, સાઉથમાં કેટલું બધું દહેજ (dowry case) આપે છે, તું તારા ઘરેથી કઈ પણ લીધા વગર આવી છે.

અમદાવાદ: દારૂ પીવાની ટેવ વાળો પતિ (drunk husband) અવાર નવાર દારૂ પીને પરિણીતાને માર મારતા (drunk husband beats wife) અને દહેજ માટે દબાણ (demand dowry) કરીને જો તારા પિતાને ત્યાંથી પાંચ લાખ રૂપિયા નહિ લાવે તો તને અને તારા માતા પિતાને જીવતા નહિ છોડુ તેવી ધમકી આપીને ઘરમાંથી કાઢી મૂકતાં પરિણીતા એ પતિ તેમજ સાસુ સસરા વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશનમાં (ramol police station) પોલીસ ફરિયાદ (police complaint) દાખલ કરાવી છે.

ન્યુ મણિનગર વિસ્તાર માં રહેતી એક મહિલાના લગ્ન એપ્રિલ 2020માં થાય હતા. તેનો પતિ શેરબજાર અને ફાઇનાન્સ નો ધંધો કરતા હતા. લગ્ન બાદ છ મહિના સુધી તેના સાસરિયાં તેને સારી રીતે રાખતા હતા. જો કે તેના પતિ ધંધા અર્થે મોટા ભાગના સમયમાં ઘરની બહાર રહેતા હતા. જો કે લગ્ન બાદ પરિણીતા ને જાણ થઈ હતી કે તેના પતિ દારૂ પીવાની ટેવ ધરાવે છે.

તેના પતિ અને સાસરિયાં એ લગ્ન સમયે આં વાત તેનાથી છુપાવી હતી. આ અંગે પરિણીતા એ તેના સાસુ સસરા ને વાત કરતા તેમણે કહ્યું હતું કે અહીંયા તો દારૂ પીવું એ સામાન્ય બાબત છે, અને તારે એ સહન કરવું પડશે. દારૂ પીવાની ટેવ ના કારણે તેના પતિ એ ધંધા માં ધ્યાન ના આપતા ધંધા માં નુકસાન આવ્યું હતું. પરિણીતા નો પતિ દારૂ પી ને આવી ને તેની સાથે ઝઘડો કરતો અને મારઝૂડ પણ કરતો હતો.

આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકોએ અથાગ મહેનત છતાં પરિણામ નિરાશાજન, જાણો રાશિફળ

પરિણીતા ના સાસુ સસરા કહેતા હતા કે તું ઘરે આવી છે પછી અમારા ઘર માં બધી તકલીફો થઈ છે, સાઉથ માં કેટલું બધું દહેજ આપે છે, તું તારા ઘરે થી કઈ પણ લીધા વગર આવી છે. જો કે દારૂ પીવાથી તેના પતિનું લીવર ખરાબ થઈ જતાં તેણે ધંધો પણ બંધ કરી દીધો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ રાજસ્થાનની લક્ઝરી બસમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, સંતાડવાની રીત જોઈ પોલીસ માંથુ ખંજવાળવા લાગી

જ્યારે તેના પતિ અને સાસુ સસરા એ જો તારા પિતા ને ત્યાંથી પાંચ લાખ રૂપિયા નહિ લાવે તો તને અને તારા માતા પિતાને જીવતા નહિ છોડુ તેવી ધમકી આપીને ઘર માંથી કાઢી મૂકી હતી. હાલ માં પોલીસ એ આં સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Domestice violence, Gujarati News News

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन