Home /News /madhya-gujarat /

અમદાવાદમાં દારુડિયા પતિનું કારસ્તાન દોઢ વર્ષના પુત્રને દાગીમાં પછાડ્યો અને પત્નીને માર્યો ઢોર માર

અમદાવાદમાં દારુડિયા પતિનું કારસ્તાન દોઢ વર્ષના પુત્રને દાગીમાં પછાડ્યો અને પત્નીને માર્યો ઢોર માર

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime News: દારૂ પીને (drunk husband) આવતા પતિએ પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ (domestice violence) આપતા પોલીસ ફરિયાદ (police complaint) દાખલ કરાવી છે.

અમદાવાદ: વ્યસન માણસને બરબાદ કરી નાંખે છે. વ્યસનના (Addiction) કારણે અનેક લોકોની જીંદગી બગડી હોય તેવા દાખલ ઓ હોવા છતાં લોકો વ્યસનના રવાડે ચઢે છે. આવો જ એક બનાવ શહેરના બોડકદેવ (bodakdev) વિસ્તારમાં જોવા મળ્યો છે. જ્યાં દારૂ પીને (drunk husband) આવતા પતિ એ પત્ની ને શારીરિક અને માનસિક ત્રાસ (domestice violence) આપતા પોલીસ ફરિયાદ (police complaint) દાખલ કરાવી છે.

બોડક દેવ વિસ્તારમાં રહેતી એક મહિલાએ મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ઓકટોબર 2017 માં તેણે પરિવારની સહમતીથી ગોમતીપુરના એક યુવક સાથે લગ્ન કર્યા હતા. તેઓને સંતાનમાં એક દીકરી અને એક દીકરો પણ છે. જોકે લગ્નના બે વર્ષ બાદ તેના પતિને દારૂ પીવાની ટેવ હોવાથી તેઓ અવાર નવાર દારૂ પીતા હતા.

જો કે ફરિયાદી મહિલા રોક ટોક કરે તો તેની સાથે બોલાચાલી ઝઘડો કરતા હતા. એક દિવસ ફરિયાદી મહિલાનો પતિ આવીને તેની નાની દીકરીને ઊંઘમાંથી જગાડતો હતો. જો કે ફરિયાદીએ આમ ના કરવા માટે કહેતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદી સાથે બોલાચાલી કરી તેને માર માર્યો હતો. જેથી ફરિયાદી તેના પિયર ચાલી ગઈ હતી. પરંતુ થોડા સમય બાદ બંને વચ્ચે સમાધાન થતાં ફરિયાદી પરત તેના પતિ સાથે રહેવા માટે આવ્યા હતા.

આ પણ વાંચોઃ-સુરતમાં કરુણ ઘટના! Valentine's Day પર જ યુવક-યુવતીનું અકસ્માતમાં મોત, છ મહિના પહેલા થઈ હતી સગાઈ

પરંતુ થોડા સમય માટે તેના પતિ એ તેને સારી રીતે રાખ્યા બાદ ફરીથી શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ થઈ ગયું હતું. 1 લી ફેબ્રુઆરીએ વહેલી સવારે તેનો પતિ દારૂ પીને આવીને તેમના દોઢ વર્ષના બાળકને ઉંચકીને ગાદી પર પછાડ્યો હતો.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ જાહેરાતોથી ચેતજો! ક્રૂઝમાં મુંબઈથી ગોવા જવાનું પરિવારને રૂ.2.79 લાખમાં પડ્યું

જો કે ફરિયાદી એ આવું કરવા માટે નું કારણ પૂછતાં તે ઉશ્કેરાઈ ગયો હતો.અને તેને પણ માર મારવા લાગ્યો હતો. જેથી મહિલા ગભરાઈ ઘરની નજીક આવેલ મંદિર જતી રહી હતી. અને ત્યાંથી તેના પિતાને આ બાબતની જાણ કરી હતી. જો કે તેનો પતિ મંદિર પણ આવ્યો હતો.

અને ત્યાં પણ તેની સાથે બોલાચાલી ઝઘડો કરી તેને માર માર્યો હતો.  અંતે કંટાળીને મહિલાએ પોલીસ ફરિયાદ કરતા મહિલા વેસ્ટ પોલીસએ આ બાબતે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર