Drugs Racket: કચ્છ જખૌમાંથી મળી આવેલ ડ્રગ કેસમાં મુખ્ય આરોપી હૈદરની બહેનના ઘરેથી વધુ 155 કિલો હેરોઇન કબ્જે
Drugs Racket: કચ્છ જખૌમાંથી મળી આવેલ ડ્રગ કેસમાં મુખ્ય આરોપી હૈદરની બહેનના ઘરેથી વધુ 155 કિલો હેરોઇન કબ્જે
ડ્ર્ગ્સનો આરોપી
Gujarat ATS drugs racket: ગુજરાત એટીએસએ વધુ 155 કિલો હેરોઇન જથ્થો મુઝફરનગરમાંથી ઝડપી લીધો છે. કુલ 296 કિલો ડ્રગ્ઝ સહિત 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.
અમદાવાદઃ ગુજરાત એટીએસે (Gujarat ATS) જખૌના મધ દરિયેથી પકડેલા 56 કિલો ડ્રગ્ઝનો (Drugs) આંકડો રેકોર્ડ બ્રેક થઈ રહ્યો છે જ્યારે ગુજરાત એટીએસએ વધુ 155 કિલો હેરોઇન જથ્થો મુઝફરનગર માથી ઝડપી લીધો છે. કુલ 296 કિલો ડ્રગ્ઝ સહિત 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. જખૌમાંથી પકડાયેલ 09 પાકિસ્તાનીઓ (Pakistan) સાથે 56 કિલો ડ્રગઝ કેસમાં ગુજરાત એટીએસની તપાસ આંતર રાજ્ય બનવા પામી છે.
ત્યારે ઉત્તરપ્રદેશના મુઝફરનગરથી વધુ 155 કિલો હેરોઇન ડ્રગઝનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. આ ડ્રગઝનો જથ્થો હૈદર રાઝી એ પોતાની બહેન ના ઘરે છુપાવી ને રાખ્યો હતો આ ડ્રગઝનો જથ્થો ક્યારે આવ્યો હતો અને ક્યાં મોકલવાનો હતો કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો, કોણે મોકલ્યો હતો તે દિશામાં ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસની અત્યારસુધીની તપાસમાં જખૌમાંથી 56 કિલો, દિલ્હી માંથી 35 કિલો, મુઝફરનગરમાંથી 50 કિલો અને હૈદર રાઝીન બહેનના ઘરેથી 155 કિલો ડ્રગઝ સહિત કુલ 296 કિલો ડ્રગઝ કબ્જે કરાયું છે. જેની ઇન્ટરનેશનલ માર્કેટ મુજબ કિંમત નક્કી કરીએ તો 1480 કરોડ રૂપિયા થવા પામે છે.
ત્યારે ગુજરાત એટીએસ એ 13 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને હૈદર રાઝી અને ઇમરાન આમિર નામના બન્ને શખશોની NCBની ગિરફતમાં છે જે બંને આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી કબજો લેવાનો તજવીજ હાથ ધરી છે.
મહત્વનું છે કે હૈદર રાજી એક મોટો ડ્રગ માફિયા હોવાનું સામે આવી રહ્યું છે અને જેના સંબંધ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન સાથે આવી રહ્યા છે અને જે મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
મહત્વનુ છે કે હાલ દિલ્હીના 2 આરોપીઓ ats પાસે છે અને હૈદર ats પાસે આવશે. તો તપાસમાં અન્ય મોટા ખુલાસા સામે આવશે અને ભારતમાં કઈ રીતે ડ્રગનો વેપાર ચાલી રહ્યું છે તેનો ખુલાસા થશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર