Home /News /madhya-gujarat /

શું દરિયાકાંઠોનો ગેરફાયદો ઉઠાવીને માફિયા ગુજરાતને બનાવી રહ્યા છે 'ડ્રગ્સનું હબ'?

શું દરિયાકાંઠોનો ગેરફાયદો ઉઠાવીને માફિયા ગુજરાતને બનાવી રહ્યા છે 'ડ્રગ્સનું હબ'?

છેલ્લા થોડા દિવસોમાં ગુજરાત જાણે ડ્રગ્સનું હબ બનતું હોય તેવી છબી બની રહી છે.

પાકિસ્તાનથી નજીક હોવાથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતના દરિયાકાંઠાનો લેન્ડિંગ પોઇન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

  અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) મુંદ્રા અને દ્વારકા બાદ મોરબીમાંથી ડ્રગ્ઝનો (Drugs seized from Gujarat) મોટો જથ્થો પકડાયો હતો. જે બાદ સુરતમાંથી એક હજારથી પણ વધુનો ગાંજો ઝડપાયો હતો. જે બાદ અમદાવાદની પણ એવી એક ગેંગ ઝડપાઇ હતી જે વિદેશથી ડ્રગ્સ મંગાવીને વેચતી હતી. છેલ્લા થોડા દિવસોમાં ગુજરાત જાણે ડ્રગ્સનું હબ બનતું હોય તેવી છબી બની રહી છે. ત્યારે સવાલ એ થાય કે, ગુજરાતમાં હજારો કરોડોનો ડ્રગ્સનો જથ્થો આવે છે કઇ રીતે? ગુજરાત પોલીસ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે, પાકિસ્તાનથી (Pakistan) નજીક હોવાથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ડ્રગ્સ માટે ગુજરાતના દરિયાકાંઠાનો લેન્ડિંગ પોઇન્ટ તરીકે ઉપયોગ કરાય છે.

  નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી અલગ અલગ મોડસ ઓપરેન્ડી મારફત દરિયાઈ માર્ગે ગુજરાતમાં ડ્રગ્સને ઘુસાડવામાં આવે છે. જે જમીનમાર્ગે ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં પહોંચાડવામાં આવે છે. એટલું જ નહીં, તે પશ્ચિમી દેશો સુધી પણ પહોંચાડવામાં આવે છે.

  21 હજાર કરોડનું ડ્રગ્સ ગુજરાતમાં કઇ રીતે આવ્યુ?

  ગુજરાતમાં ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો કચ્છના મુંદ્રા પોર્ટ પરથી ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ બે અલગ-અલગ કન્ટેઇનરમાંથી ત્રણ હજાર કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યું હતું. જેની બજાર કિંમત આશરે 21 હજાર કરોડ રૂપિયા હોવાના અહેવાલ હતા. મુંદ્રા ખાતેથી પકડાયેલ હજારો કિલો હેરોઇનના જથ્થાને દરિયાઈ માર્ગે જ રાજ્યમાં લાવવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો - ખુલાસો: મોરબીમાં 600 કરોડનું ડ્રગ્સ પાકિસ્તાનથી આવ્યું! આતંકવાદીઓ સાથે જોડાયેલા છે તાર

  મુંદ્રા ખાતેથી પકડાયેલ હેરોઇનવાળાં કન્ટેઇનરમાં અફઘાનિસ્તાનના ટેલ્કમ પથ્થર હોવાની જાહેરાત કરવામાં આવી હતી. જે ઈરાનના બંદર અબ્બાસ પોર્ટથી ગુજરાતના મુંદ્રા પોર્ટ ખાતે મોકલાયું હતું. મુંદ્રા ખાતેથી પકડાયેલ હેરોઇનના મામલા બાદ પોર્ટના સંચાલક અદાણી પોર્ટ એન્ડ સેઝ દ્વારા ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવતા કન્ટેઇનર અને કાર્ગો હેન્ડલિંગ પર પ્રતિબંધ લાદી દીધો હતો.

  આ પણ વાંચો- ગુજરાત ATSને મળી મોટી સફળતા, દ્વારકામાંથી ઝડપાયું 24 કિલો હેરોઇન

  દ્વારકા પાસેથી પકડાયેલા ડ્રગ્સમાં મુંબઇનો વેપારી ઝડપાયો

  આ બાદ ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડિનાર પાસેથી ડ્રગ્સ પકડાયું હતું. દેવભૂમિ દ્વારકા પોલીસે પરોઢીયે નશીલા પદાર્થના મોટા રેકેટનો પર્દાફાશ કરતા 88.25 કરોડના ડ્રગ્સ સાથે મુંબઇના થાણેમાં રહેતા શાકભાજીના વેપારીને દબોચી લીઘો હતો, જેની પુછપરછ દરમિયાન હાલારના ઇતિહાસના સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પણ પકડાયો હતો.

  આ પણ વાંચો - અમદાવાદ : અમેરિકન ડ્રગ્સ મામલે થયા ચોંકાવનારા ખુલાસા, સાંભળીને ચોંકી જવાશે

  આરોપીની બાતમીના આધારે વધુ 120 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

  ઝડપાયેલા આરોપીઓએ પોલીસને જણાવ્યું હતુ કે, ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે હેરોઇનનો જથ્થો મળ્યો હતો. જેને જામનગરના સલાયાના દરિયાકાંઠે સંતાડવામાં આવ્યો હતો, તેને પછી મોરબી લઈ જવામાં આવ્યો હતો. 14 નવેમ્બરના દિવસે એટીએસ ગુજરાતના નાયબ પોલીસ અધિક્ષક કે. કે. પટેલને બાતમી મળી હતી કે ડ્રગ્સના જથ્થાની રાત્રે હેર-ફેર થવાની છે. પોલીસે બાતમીના આધારે મોરબીના ઝીંઝુડા ગામ ખાતેના મકાન પર દરોડો પાડીને 120 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસ મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં આ હેરોઇનની કિંમત 600 કરોડ રૂપિયા છે.
  ગુજરાત પોલીસે આ કાર્યવાહીમાં જામનગરના જોડિયાના રહેવાસી 39 વર્ષીય મુખ્તાર હુસૈન ઉર્ફ જબ્બાર, મોરબીના 37 વર્ષીય સમસુદ્દીન અને જામનગરના સલાયાના રહેવાસી ગુલાબ હુસૈન ઉમર બગાડની ધરપકડ કરી છે.

  આ પણ વાંચો - ડ્રગ્સ અને પ્રતિબંધિત કેમિકલ્સ વેચવા બદલ Amazon વિરુદ્ધ CAITના દેશભરમાં ઠેરઠેર દેખાવો

  દરિયાકાઠા મારફતે ડ્રગ્સ લાવવા પાછળના કારણ કયા?

  ગુજરાત પોલીસ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે પાકિસ્તાનથી નજીક હોવાથી છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતના દરિયાકાંઠાનો લેન્ડિંગ પોઇન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હેરોઇનની દાણચોરીની પાકિસ્તાન અને ઈરાનની મોડસ ઓપરેન્ડી ધ્યાને આવી છે. જેમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ IMBL પર હેરોઇન ભારતીય મળતિયાઓને પહોંચાડાય છે. જે લોકો ડ્રગ્ઝને અન્ય જગ્યાએ પહોંચાડે છે. ગુજરાત પોલીસનો દાવો છે કે, આવા પ્રયત્નોને નિષ્ફળ કરવામાં તેઓ સફળ રહયા છે. ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે, ગુજરાતના દરિયાકાંઠે ડ્રગ્સ પહોંચાડવાની વધેલી ઘટનાઓ પાછળ ભૌગોલિક અને રાજકીય કારણો જવાબદાર છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: અફઘાનિસ્તાન, ગુજરાત, ડ્રગ્સ, પાકિસ્તાન

  આગામી સમાચાર