અમદાવાદ : 'મંત્રીનો ડ્રાઈવર હોય તો તારા ઘરે,' ખાનપુર BJP કાર્યાલય બહાર સળિયો ફટકારતા ઇજા

અમદાવાદ : 'મંત્રીનો ડ્રાઈવર હોય તો તારા ઘરે,' ખાનપુર BJP કાર્યાલય બહાર સળિયો ફટકારતા ઇજા
ખાનપુર ભાજપ કાર્યાલયની ફાઇલ તસવીર

ડ્રાઇવરને માથામાં સળિયો મારવાથી ઇજા પહોંચતા વી.એસ. હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો, શાહપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ

  • Share this:
અમદાવાદ: ભાજપના મહામંત્રી (BJP) કૌશિક જૈનના ડ્રાઈવરને ખાનપુર બીજેપી કાર્યાલય (Office) બહાર જ પ્રશાંત પટેલ નામના વ્યક્તિએ કારના દરવાજા બન્ધ કરવા બાબતે ફટકાર્યો હોવાની ઘટના બની હતી. તેમાંય માર મારીને આ પ્રશાંત પટેલે ધમકી આપી કે મંત્રીનો ડ્રાઈવર હોય તો તારા ઘરે તેમ કહી ફટકાર્યો હતો. જેથી આ મામલે ડ્રાઈવરને સારવાર અર્થે ખસેડયો હતો. બાદમાં ડ્રાઈવરએ આ મામલે પોલીસ (Police Complain) ફરિયાદ નોંધાવતા શાહપુર પોલીસે મંત્રીના ડ્રાઈવર ની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

કુબેરનગર માં રહેતા હિમાંશુ ભાઈ સાધુ ભાજપના મહામંત્રી કૌશિક જૈનને ત્યાં નોકરી કરે છે. 45 વર્ષીય હિમાંશુ ભાઈ બે વર્ષથી કૌશિક જૈનને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. શનિવારે હિમાંશુ ભાઈ તેમના શેઠ એટલે કે મંત્રી કૌશિક જૈનને લઈને ખાનપુર ભાજપ કાર્યાલય (BJP KhanPur Office) લઈને નિકળ્યા હતા. ત્યાં બપોરે તેઓ પહોંચ્યા હતા. બાદમાં કાર્યાલય ખાતે કૌશિકભાઈને ઉતારી હિમાંશુ ભાઈ સામે ગાડી પાર્ક કરીને દરવાજા ખુલ્લા રાખીને બેઠા હતા. ત્યારે ત્યાં શાહપુર નો જ એક પ્રશાંત પટેલ નામનો વ્યક્તિ આવ્યો અને જોરથી ધક્કો મારી દરવાજો બન્ધ કરી જતો રહ્યો હતો. બાદમાં પ્રશાંત પાછો આવ્યો ત્યારે હિમાંશુભાઈ અને પ્રશાંત વચ્ચે બબાલ થઈ હતી.આ પણ વાંચો :  વિધાનસભાની પેટાચૂંટણી માટે BJPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, પૂર્વ પ્રદેશ પ્રમુખનું નામ ગાયબ

બાદમાં ગાડીના દરવાજાને ધક્કો મારીને કેમ બન્ધ કર્યો આટલું કહેતા જ આ પ્રશાંત પટેલ આવેશમાં આવી ગયો અને તું મંત્રીનો ડ્રાઈવર હોય તો તું તારા ઘરે તેમ કહી માર માર્યો હતો. જોતજોતામાં લોકો ભેગા થઈ ગયા અને આ પ્રશાંત પટેલ સળિયો લઈ આવ્યો અને હિમાંશુ ભાઈના માથામાં મારી દીધો હતો. જેથી તેમને કૌશિકભાઈ જૈન જ વીએસમાં લઇ ગયા હતા. જ્યાં તેમની સારવાર કરાવી હતી.

આ પણ વાંચો :  અમદાવાદ : યુવતીનો વીડિયો ઉતારી રહ્યો હતો આધેડ, રણચંડીએ લાકડીએથી કરી ધોલાઈ

બાદમાં આ અંગે પોલીસને જાણ કરતા શાહપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આમ સામાન્ય એવી વાતમાં પિતો ગુમાવી ચુકેલા આ વ્યક્તિએ ડ્રાઇવરને માર માર મારતા તેને વી.એસ.માં દાખલ કરવાની ફરજ પડી હતી. જોકે, આ બબાલ કારની બાબતમાં થઈ છે કે અન્ય કોઈ અદાવતમાં તે તો પોલીસ તપાસનાં અંતે જ જાણી શકાશે.
Published by:Jay Mishra
First published:October 18, 2020, 07:21 am

ટૉપ ન્યૂઝ