ડ્રાઇવ થ્રુ વેક્સિનને બહોળો પ્રતિસાદ, નવરંગપુરા, થલેતજ બાદ હવે નિકોલ ખાતે પણ શરૂ કરાશે અભિયાન

ડ્રાઇવ થ્રુ વેક્સિનને બહોળો પ્રતિસાદ, નવરંગપુરા, થલેતજ બાદ હવે નિકોલ ખાતે પણ શરૂ કરાશે અભિયાન
ડ્રાઇવ થ્રુ વેક્સિનને બહોળો પ્રતિસાદ, નવરંગપુરા, થલેતજ બાદ હવે નિકોલ ખાતે પણ શરૂ કરાશે અભિયાન

લોકો સરળતાથી પોતાના જ વાહનમાં બેસી કોરોના વેક્સિન લઇ શકે છે

  • Share this:
અમદાવાદ : કોરોના મહામારી વચ્ચે એક માત્ર રામ બાણ ઇલાજ કોરોના વેક્સિન માનવામાં આવે છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ડ્રાઇવ થ્રુ વેક્સિન અભિયાન શરૂ કરાયું છે. પોતાના પ્રાઇવેટ વાહનમાં આવો અને વેક્સિન લઇ જતા રહો. આ અભિયાનથી કોરોના સંક્રમણ અટકશે. તેમજ લોકો સરળતાથી પોતાના જ વાહનમાં બેસી કોરોના વેક્સિન લઇ શકે છે. સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા ખાતે બે દિવસથી આ અભિયાન ચાલી રહ્યું છે. જેમા એક જ દિવસમાં એક હજારથી વધુ લોકોએ વેક્સિન લીધી હતી. અમદાવાદીઓનો બહોળો પ્રતિસાદ મળતા એએમસી દ્વારા થલેતજ વિસ્તારમાં આવેલ ડ્રાઇવ સિનેમા ખાતે ડ્રાઇવ થ્રુ વેક્સિન શરૂ કરવામાં આવી છે. વહેલા સવારથી લોકોએ પોતાના વાહનો સાથે લાંબી લાઇનો લગાવી હતી. અમદાવાદીઓ એએમસીનાઆ અભિયાનથી ખુબ ખુશ જોવા મળ્યા હતા.

Amc ડેપ્યુટી કમિશનર સી આર ખરસાણે જણાવ્યુ હતુ કે નવંગપુરામાં સારો પ્રતિસાદ મળતા થલતેજ વિસ્તારમાં આ અભિયાન શરૂ કર્યું છે. માત્ર 12 કલાકમાં આ વેક્સિન સેન્ટર ઉભુ કરાયું છે. અહીં આવનાર એક હજાર વ્યક્તિઓને વેક્સિન ડોઝ અપાશે તે પ્રકારની વ્યવસ્થા કરાઇ છે. પશ્ચિમ વિસ્તાર બાદ હવે પૂર્વ વિસ્તાર નિકોલ ખાતે ડ્રાઇવ થ્રુ વેક્સિન અભિયાન શરૂ કરાશે.



આ પણ વાંચો - કોરોનામાં થયેલા મોતના સાચા આંકડાઓ સાથે શ્વેતપત્ર જાહેર કરે સરકાર : અમિત ચાવડા

કોવિડ-19 મહામારીને પહોંચી વળવા તથા લોકોને આ રોગથી રક્ષણ મળે તે માટે સરકાર તરફથી કોવિડ-19 વેક્સિન પુરી પાડવામા આવેલ છે. હાલમાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ, 45 વર્ષ ઉપરના તમામ નાગરિકોને વેક્સિન આપવાના આવી રહેલ છે.

ભારત સરકારની સુચના મુજબ 1 મે થી 18 થી 44 વર્ના તમામ નાગરિકોને કોવિડ રસી આપવાનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત અમદાવાદ મહાનગર પાલિકા ખાતે 1 મે થી કુલ 80 રસીકરણ સેશન સાઇટ ખાતે 18થી 44 વર્ષ ઉંમરના તમામને રસી આપવાની કામગીરી કાર્યકર્ત કરવામાં આવેલ છે . આજ રોજ અમદાવાદ શહેરમાં સેશન સાઇટ પર મળીને કુલ 25489 જેટલા લાભાર્થીને વેક્સિન મુકવામા આવેલ છે.
Published by:Ashish Goyal
First published:May 10, 2021, 23:13 pm

ટૉપ ન્યૂઝ