Home /News /madhya-gujarat /

પોલીસની ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ એટલે કમાણીનું સાધન, તોડ કરવા અપહરણ કરી પૈસા પડાવનાર પોલીસ ઝડપાઇ

પોલીસની ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ એટલે કમાણીનું સાધન, તોડ કરવા અપહરણ કરી પૈસા પડાવનાર પોલીસ ઝડપાઇ

ડ્રિંક એન્ડ ડ્રાઈવ આરોપી

Ahmedabad Crime News: રાજસ્થાનની (Rajasthan) આઈટી કંપનીના કર્મચારી એસપી રીંગ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો (Drink and drive) કેસ કરવાની ધમકી આપી યુવક પાસેથી 30 હજાર રૂપિયા પડાવનાર બંને કર્મચારીઓની નરોડા પોલીસે (Naroda police) ધરપકડ કરી છે.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદ શહેરમાં (Ahmedabad city) રામોલ બાદ (Ramol) નરોડા વિસ્તારમાં અપહરણની (kidnapping) ઘટના સામે આવી છે. જેમાં આરોપી કોઈ ગુનેગાર નહીં પરંતુ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસમાં (traffic police) ફરજ બજાવતા કોન્સ્ટેબલ (constable) અને એક ટીઆરબી જવાન છે. રાજસ્થાનની (Rajasthan) આઈટી કંપનીના કર્મચારી એસપી રીંગ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો (Drink and drive) કેસ કરવાની ધમકી આપી યુવક પાસેથી 30 હજાર રૂપિયા પડાવનાર બંને કર્મચારીઓની નરોડા પોલીસે (Naroda police) ધરપકડ કરી છે.

નરોડા પોલીસની ગિરફતારમાં દેખાતા આ બન્ને આરોપીઓના નામ છે રોહિત સોલંકી અને વિજય તળપદા. પકડાયેલા આરોપીઓમાંથી રોહિત સોલંકી ટ્રાફિક પોલીસમાં એલઆરડી જવાન તરીકે ફરજ બજાવે છે, જ્યારે વિજય તળપદા ટીઆરબી જવાન તરીકે સેવા આપે છે.આ બંને આરોપીઓની ધરપકડ અપહરણ અને પૈસા પડાવવાના ગુનામાં કરવામાં આવી છે.

રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી નીમિશ બોલ્યા કે જે આઇટી કંપનીમાં નોકરી કરે છે તે કંપનીના કામથી સાણંદ આવ્યા હતા અને સાણંદથી પરત ઉદયપુર જઈ રહ્યા હતા તે સમયે નરોડા એસપી રિંગ રોડ પાસે બે ટ્રાફિક જવાનોએ તેઓની ગાડીને રોક્યા હતા અને દારૂ પીને ગાડી ચલાવો છો,  જેથી drink and driveનો કેસ કરવો પડશે તેવું કહીને ડરાવી-ધમકાવી અપહરણ કરી લઈ જઈ એટીએમમાંથી 30 હજારથી વધુ રોકડ રકમ કઢાવી લીધી હતી.

પૈસા પડાવ્યા બાદ બંને કર્મચારીઓએ યુવક અને તેના ડ્રાઇવરને રીંગ રોડ ઉપર છોડી દીધા હતા. જે બાદ it કંપનીના કર્મચારીએ રાજસ્થાન ખાતે જઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરને ઇ મેઇલ કર્યો હતો, જેમાં તેઓએ પોતાની સાથે બનેલી ઘટના જણાવતા આ સમગ્ર મામલે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ત્વરિત પગલાં લઈને જી ડિવિઝન એસીપીને આ મામલે તપાસ સોંપી હતી.

આ પણ વાંચોઃ-Ahmedabad: તું હજી નાની છું, હાલ અમારે કોઈ છોકરાની જરૂર નથી... કહીને પ્રેગ્નન્સી કઢાવી દીધી

જે તપાસ દરમિયાન યુવકને અપહરણ કરી જઇ પૈસા પડાવનાર બે ઈસમોમાંથી એક ઈસમ શહેર ટ્રાફિક પોલીસમાં એલઆરડી તરીકે ફરજ બજાવતા હોવાનું જ્યારે બીજો આરોપી ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા હોવાનું ખૂલ્યું છે. બંને આરોપીઓએ એસપી રિંગ રોડ પર કરાઈ જવાના ચાર રસ્તા પાસે ચોકી પાસેથી ફરિયાદીને રોકીને ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપ્યો હતો.જેથી પોલીસ કોન્સ્ટેબલ રોહિત સોલંકી તેમજ ટીઆરબી જવાન વિજય તળપદાની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પરિણીત સ્ત્રીના પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન, માસૂમ બાળકનું અપહરણ કરનાર પ્રેમી ઝડપાયો

હાલ તો આ મામલે બંને આરોપીઓની પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે અને કોર્ટમાં રજૂ કરીને બન્ને આરોપીઓના રિમાન્ડ મેળવી અગાઉ કેટલા વાહનચાલકો પાસેથી આ પ્રકારે પૈસા પડાવ્યા છે, તેમજ ચોકીના અન્ય કોઈ પોલીસ કર્મચારીઓ તેઓની સાથે આ ગુનામાં સામેલ છે કે કેમ તે દિશામાં નરોડા પોલીસે તપાસ શરૂ કરી છે.

જોકે અવારનવાર અમદાવાદના રિંગ રોડ ઉપર પોલીસ દ્વારા વાહન ચાલકોને રોકીને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ થતા હોવાથી ટ્રાફિક જેસીપીએ થોડા સમય પહેલાં જ રીંગરોડ પરથી ટીઆરબી જવાનોને હટાવી દીધા હતા, તેવામાં પકડાયેલો ટીઆરબી જવાન ખરેખર રીંગરોડ ઉપર ફરજ બજાવતો હતો કે પછી વાહન ચાલકો પાસે પૈસા પડાવવા માટે ત્યાં હતો તે બાબતની પણ પોલીસ તપાસ કરી રહી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર