ગુજરાત રિલાયન્સની જન્મ અને કર્મભૂમિ, 'ડિજિટલ ગુજરાત' માટે Jio પ્રતિબદ્ધ : મુકેશ અંબાણી

News18 Gujarati
Updated: January 18, 2019, 1:56 PM IST
ગુજરાત રિલાયન્સની જન્મ અને કર્મભૂમિ, 'ડિજિટલ ગુજરાત' માટે Jio પ્રતિબદ્ધ : મુકેશ અંબાણી
મુકેશ અંબાણી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ગાંધીનગર ખાતે નવમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા છે. વડાપ્રધાન મોદીએ આ સમિટને ખુલ્લી મૂકી હતી. સમિટ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી ઉપસ્થિત રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સંબોધન કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું કે, વાઇબ્રન્ટમાં ભાગ લેવો એ મારા માટે ગૌરવની વાત છે. સાથે જ તેમણે છ કરોડ ગુજરાતીઓના સ્વપ્નને પોતાનું સ્વપ્ન ગણાવ્યું હતું.

અમે 5G માટે તૈયાર : મુકેશ અંબાણી

મુકેશ અંબાણીએ જણાવ્યુ કે, "વાઇબ્રન્ટ સમિટનમાં ભાગ લેવો એ મારા માટે ગૌરવની વાત છે. છ કરોડ ગુજરાતીઓનું સપનું એ મારું સપનું છે. ગુજરાત આખા વિશ્વમાં સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાત રાજ્ય રિલાયન્સની જન્મ અને કર્મભૂમિ રહ્યું છે. આપણે આપણા ગુજરાતના સ્ટાર્ટઅપ, ફાયનાન્સ, ખેતી, સ્વાસ્થ્ય અને ટેક્નોલોજી તેમજ સ્માર્ટ ગામો બનાવવામાં નંબર એક બનાવવાનું છે."

મુકેશ અંબાણીએ વધુમાં જણાવ્યું કે, "પીએમ મોદીના આગેવાનીમાં દેશનો વિકાસ ઝડપી બન્યો છે." સાથે જ તેમણે કહ્યું હતું કે ડિજિટલ ગુજરાત માટે Jio પ્રતિબદ્ધ છે. મુકેશ અંબાણીએ એમ પણ જણાવ્યું હતું કે JIO નેટવર્ક 5G માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણી ઈચ્છા વ્યક્ત કરી હતી કે ભારતનો ડેટા વિદેશી કંપની પાસે ન જાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવે.

મુકેશ અંબાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે રિલાયન્સ પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી માટે રૂ. 150 કરોડ ફાળવશે. સાથે તેમણે જણાવ્યું હતું કે પીડીપીયૂ દેશની સર્વશ્રેષ્ટ યુનિવર્સિટી બનશે.

કોણે કેટલી જાહેરાત કરી?

  • વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન અદાણી ગ્રુપના ગૌતમ અદાણીએ ગુજરાતમાં રૂ. 55 હજાર કરોડના રોકાણની જાહેરાત કરી હતી. આ ઉપરાંત અદાણીએ વિવિધ સેક્ટરમાં 5 હજાર નવી જોબ પણ અપાશે.

  • અદાણી ઉપરાંત ટોરન્ટ ગ્રુપે ગુજરાતમાં રૂ. 10 હજાર કરોડના રોકાણની જાહેરાત કરી હતી. ટોરન્ટ ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી, પાવર અને ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાં રોકાણ કરશે.

  • બિરલા ગ્રુપના કુમાર મંગલમે ગુજરાતમાં રૂ. 15 હજાર કરોડના રોકાણની જાહેરાત કરી હતી.

First published: January 18, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading