Home /News /madhya-gujarat /

Ahemdabad: DRDO દ્વારા સમર્પિત હોસ્પિટલ અને ધન્વંતરી કોવિડ હોસ્પિટલને તોડી પડાઈ, જાણો કેમ

Ahemdabad: DRDO દ્વારા સમર્પિત હોસ્પિટલ અને ધન્વંતરી કોવિડ હોસ્પિટલને તોડી પડાઈ, જાણો કેમ

વેન્ટિલેટર, અન્ય સાધનો સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા

કોવિડની (Covid) બીજી જીવલેણ તરંગ વચ્ચે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) ની મદદથી ગયા વર્ષે એપ્રિલમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં (GMDC Ground) સ્થપાયેલી ધન્વંતરી હોસ્પિટલને આ સપ્તાહમાં તોડી પાડવામાં આવી છે.

    અમદાવાદ:  DRDO દ્વારા સ્થપાયેલી ધન્વંતરી કોવિડ હોસ્પિટલનો (Dhanvantari Covid Hospital) ઉપયોગ ન થતા હવે તેને તોડી પાડીને તેમાં રહેલો સામાન અન્ય હોસ્પિટલમાં ઉપયોગ લેવાય તે માટે કેન્દ્ર દ્વારા ખરીદવામાં આવેલ તબીબી સાધનો (Medical Equipment) સમગ્ર ગુજરાતમાં જાહેર ક્ષેત્રની હોસ્પિટલોમાં વિતરિત કરવામાં આવી રહ્યા છે.

    બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન કોન્સેન્ટ્રેટર, ફર્નિચર વગેરેને અન્ય હોસ્પિટલોમાં વિતરિત કરાયા


    કોવિડની (Covid) બીજી જીવલેણ તરંગ વચ્ચે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) ની મદદથી ગયા વર્ષે એપ્રિલમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં (GMDC Ground) સ્થપાયેલી ધન્વંતરી હોસ્પિટલને આ સપ્તાહમાં તોડી પાડવામાં આવી છે. સોમવાર સવારથી તબીબી સાધનો જેવા કે બેડ, વેન્ટિલેટર, ઓક્સિજન કોન્સેન્ટ્રેટર તેમજ ફર્નિચર વગેરેને સમગ્ર ગુજરાતમાં જાહેર ક્ષેત્રની હોસ્પિટલોમાં વિતરિત કરવામાં આવ્યા છે. આ સામાન માટે ટ્રકોની ઘણી લાંબી લાઈન લાગી હતી અને ટ્રકોમાં લોડ (Load) કરવામાં આવ્યા હતા. તથા ભૂતપૂર્વ હંગામી હોસ્પિટલની જગ્યા ખાલી કરતા જોવા મળ્યા હતા.

    હોસ્પિટલ અને મેડિકલ કોલેજો (Colleges) માટે અમદાવાદથી ઘણી ટ્રકો રવાના

    બહુવિધ સરકારી (Government) હોસ્પિટલોના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને ધનવંતરી કોવિડ હોસ્પિટલમાંથી તબીબી સાધનોનો સાચો સંગ્રહ મળ્યો છે અને રાજકોટ, વડોદરા, ગાંધીનગર, જામનગર અને સુરતની સિવિલ (Civil) હોસ્પિટલ અને મેડિકલ કોલેજો (Colleges) માટે અમદાવાદથી ઘણી ટ્રકો પણ રવાના થઈ ગઈ છે. જ્યારે કઈ સરકારી હોસ્પિટલને કેટલા જરૂરી તબીબી સાધનો મળ્યા તેની અંતિમ યાદી હજુ ફાઈનલ થવાની બાકી છે.

    વેન્ટિલેટર, અન્ય સાધનો સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા

    વધુમાં જાણવા મળ્યું છે કે હોસ્પિટલના બેડના ઢગલા GMERS સોલા MCHના આગળના દરવાજા સુધી પહોંચાડવામાં આવ્યા હતા. તેના નવા બિલ્ડીંગ બ્લોક – A ના માળ સુધી ગોઠવવામાં આવ્યા હતા. આ દરમિયાન વેન્ટિલેટરનો (Ventilator) એક ટ્રક અન્ય સાધનો સહિત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યો હતો.વધુ માહિતી માટે આરોગ્યના અધિક મુખ્ય સચિવનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓ ટિપ્પણી માટે અનુપલબ્ધ રહ્યા હતા.

    950 ઓક્સિજન બેડ, જેમાં 250 ICU બેડનો સમાવેશ


    ધન્વંતરી કોવિડ હોસ્પિટલ ડીઆરડીઓ (DRDO) દ્વારા સમર્પિત કોવિડ-19 હોસ્પિટલ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) કન્વેન્શન કમ એક્ઝિબિશન સેન્ટર ખાતે આવેલી છે. જેમાં 950 ઓક્સિજન બેડ છે. જેમાંથી 250 ICU બેડનો સમાવેશ થાય છે અને તેની ક્ષમતા વધારીને 500 બેડ સુધી કરી શકાય તેટલી કેપેસીટી હતી. તેમાં સીટી સ્કેન સહિત તમામ જરૂરી સાધનો અને સુવિધાઓ હતી. આ હોસ્પિટલમાં સારવાર માટે કોરોના દરમિયાન 25 ડૉક્ટરો અને 75 પેરામેડિક્સ તૈનાત કરવામાં આવ્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedaabad News, Ahmedabad Corona News, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन