Home /News /madhya-gujarat /

Ahmedabad news: વેન્ટિલર પર રહેલી VS હોસ્પિટલનું ડ્રાફ્ટ બજેટ રજૂ, કેટલો હશે હોસ્પિટલ નવીનીકરણ પાછળ ખર્ચ?

Ahmedabad news: વેન્ટિલર પર રહેલી VS હોસ્પિટલનું ડ્રાફ્ટ બજેટ રજૂ, કેટલો હશે હોસ્પિટલ નવીનીકરણ પાછળ ખર્ચ?

ડ્રાફ્ટ બજેટ કરતા મેયર સહિતના અધિકારીઓ

Ahmedabad news: અમદાવાદ શહેરના મેયર અને શેઠ વા.સા. જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસૂતિ ગૃહના ચેરમેન કિરીટકુમાર પરમાર તથા વ્યવસ્થાપક મંડળ સમક્ષ રૂપિયા ૧૬૭૯૮.૩૧ લાખ ગ્રાન્ટ પેટે મેળવવા ડ્રાફ્ટ બજેટ મંજુરી અર્થે રજુ કર્યુ હતું.

Ahmedabad: અમદાવાદ વી એસ હોસ્પિટલના (VS hospital) મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા સને ૨૦૨૨-૨૦૨૩નું ડ્રાફ્ટ અંદાજપત્ર (draft budget) અમદાવાદ શહેરના મેયર (Ahmedabad city mayor) અને શેઠ વા.સા. જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઇ પ્રસૂતિ ગૃહના ચેરમેન કિરીટકુમાર પરમાર તથા વ્યવસ્થાપક મંડળ સમક્ષ રૂપિયા ૧૬૭૯૮.૩૧ લાખ ગ્રાન્ટ પેટે મેળવવા ડ્રાફ્ટ બજેટ મંજુરી અર્થે રજુ કર્યુ હતુ . તેમજ સને ૨૦૨૧-૨૨ના નાણાંકીય વર્ષ દરમ્યાન કરવામાં આવેલ કામગીરીની સંક્ષિપ્ત માહિતી પણ આપવામાં આવી હતી.

વી એસ હોસ્પિટલના ચેરમેન કિરીટી પરમારે જણાવ્યુ હતુ કે સને ૨૦૨૨-૨૦૨૩ના વર્ષ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સામાન્ય ખર્ચ માટે રૂા . ૧૭૨૫૧.૯૬ લાખ તથા અસામાન્ય ખર્ચ માટે રૂ।.૮૦.૦૦ લાખ એમ કુલ મળી રૂા . ૧૭૩૩૧.૯૬ લાખમાંથી હોસ્પિટલની આવક રૂા . ૩૩૩.૬૫ લાખ તથા રાજય સરકાર તરફથી મેળવવાની થતી રૂા .૨૦૦.૦૦ લાખની ગ્રાન્ટ બાદ કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી આ સંસ્થાને નેટ રૂપિયા ૧૬૭૯૮.૩૧ લાખ ગ્રાન્ટ પેટે મેળવવા ડ્રાફ્ટ બજેટ રજુ કરવામાં આવેલ છે .

વધુમા મેયર કિરીટ પરમાર જણાવ્યુ હતુ કે સને ૨૦૨૨-૨૩ના ૨જુ કરવામાં આવેલ ડ્રાફ્ટ અંદાજપત્રમાં અસામાન્ય ખર્ચમાં નર્સીંગ સ્કુલ અને નર્સીંગ હોસ્ટેલના મકાનનું રીનોવેશન ૩૦ લાખનો અંદાજ મુકાયો છે . હોસ્પિટલ કેમ્પસમાં આવેલ નર્સીંગ સ્કૂલનું બિલ્ડીંગ ૧૦ વર્ષ જુની થયેલ હોઇ ડ્રેનેજ લાઇન નવી નાંખવા તથા બિલ્ડીંગમાં નાનું - મોટુ સમારકામ , રીટ્રોફીટીંગ , બાથરૂમના દરવાજા , નવા સીટ કેમના પીવીસી દરવાજા વગેરે તથા બિલ્ડીંગનું કલરકામ કરાવવા બજેટમાં રૂા .૩૦ લાખની જોગવાઇ કરેલ છે .

લેબોરેટરી વિભાગમાં લેબોરેટરી સાધનો જેવા કે , ઇન્ક્યુબેટર , ઈ.એસ.આર. એનાલાઇઝર , એલાઇઝા રીડર , ટીસ્યુ પ્રોસેસર ( ૨ લિટર ક્ષમતા ) , માઇક્રોટોમ મેન્યુઅલ , સાયટોસ્પીન , ટીસ્યુ ફ્લેટેશન બાથ , યુરીન એનાલાઇઝર વસાવવા રૂ.૫૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે . આમ , અસામાન્ય ખર્ચમાં રૂા .૮૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે . સામાન્ય ખર્ચ એસ્ટાબ્લીશમેન્ટ અને નોન એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩ શેઠ વી.એસ. હોસ્પિટલના એસ્ટા.ખર્ચના દરમાં વર્ષ દરમ્યાન મોંઘવારી ભથ્થાં , ઇજાફા , પગાર ખર્ચના વધારા અને સુપરસ્પેશીયાલીટી સાથે ગરીબ દર્દીઓને સારવાર અને દવાઓ અને ઇન્જેક્શન , વેક્સીન વિગેરેનો લાભ મળી રહે તે અનુસાર ૪૩૩.૫૦ લાખનો સામાન્ય ખર્ચમાં વધારો કરેલ છે.

આ પણ વાંચોઃ-Surendranagar news: ચોટીલા આંગડિયા પેઢીના માલિક સાથે રૂ. 79 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, કેવી રીતે બનાવ્યો હતો લૂંટનો પ્લાન?

વધુમાં મેયર કિરીટ પરમારે જણાવ્યુ હતુ કે ૫૦૦ એલ.પી.એમ ની ક્ષમતાવાળો ઓકસીજન પ્લાન્ટ કોરોના થર્ડવેવની તૈયારીના ભાગરૂપે હોસ્પિટલ દ્વારા ૨૯૦ ઓકસીજન બેડ ઇમરજન્સી ધો૨ણે તૈયાર કરાવામાં આવેલ હતા. વધુ ૫૦ બેડને ઓક્સિજન પુરો પાડવા રૂા .૬૫ લાખ થી વધુ કિંમતનો ઓકસીજન તથા જી.આઇ. પ્રિ - કોટેડ શીટનો શેડ બનાવવાનો ખર્ચ નેસ્ટલે ઇન્ડિયા લી.દ્વારા સી.એસ.આર. હેઠળ કરવામાં આવેલ છે.

આ પણ વાંચોઃ-Junagadh news: દૂધના વાહનમાં લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો, બૂટલેગરોના પ્લાન પર પાણી ફરી વળ્યું

સુપર સ્પેશ્યાટીલી સેવાઓ દર્દીઓને મળી શકે તે માટે પ્લાસ્ટીક સર્જરી , ગેસ્ટ્રોમેડીસીન , પેઇન ક્લિનીક , યુરોસર્જરી , એન્ડો ક્રાઇનોલોજી , ગેસ્ટ્રો સર્જરી , ઓન્કો સર્જરી , નીયોનેટલ કેર , કાર્ડિયોલોજી ( ઓપીડી ) . ન્યુરોસર્જરી જેવી સુપર સ્પેશીયાલીટી વિજીટીંગ કન્સલટન્ટની ઓ.પી.ડી. સેવાઓ શરૂ કરવામાં આવેલ છે .

આ પણ વાંચોઃ-Dahod: વિચિત્ર અકસ્માત, જે બસ ચલાવીને ગુજરાત આવ્યો હતો એ જ બસે લીધો ડ્રાઈવરનો ભોગ

કેન્દ્ર સરકારની યોજના હેઠળ વી એસ હોસ્પિટલમાં ભારત સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે શરૂ કરવામાં યોજનાઓ જેવી કે , આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ( AB - PMJAY ) , વાહન અકસ્માત સારવાર સહાય યોજના , મુખ્યમંત્રી અમૃતમ ‘ મા ‘ યોજના , જનની શીશુ સુરક્ષા કાર્યક્રમ ( જે.એસ.એસ.કે. ) એસ.એન.સી.યુ. યોજના ઉપરાંત ઓબસ્ટ્રેટીક આઇસીસીયુની , સ્પેશયલ ન્યુબોર્ન કેર યુનીટ યોજના ( એસ.એન.સી.યુ. ) ની સેવાઓ પણ અત્રે હોસ્પિટલમાં ઉપલબ્ધ છે .
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, AMC News, Gujarati news

આગામી સમાચાર