અમદાવાદ : કોરોના વોરિયરની કરતૂત, ડો.નરેશ મલ્હોત્રાએ દોઢ કરોડનું બિલ મંજૂર કરવા 15 લાખની લાંચ માંગી

અમદાવાદ : કોરોના વોરિયરની કરતૂત, ડો.નરેશ મલ્હોત્રાએ દોઢ કરોડનું બિલ મંજૂર કરવા 15 લાખની લાંચ માંગી
અમદાવાદ : કોરોના વોરિયરની કરતૂત, ડો.નરેશ મલ્હોત્રાએ દોઢ કરોડનું બિલ મંજૂર કરવા 15 લાખની લાંચ માંગી

Amcના ઉત્તર પશ્ચિમ ઝોનના ડે. હેલ્થ ઓફિસર ડો.અરવિંદ પટેલ વતી લાંચ માંગવાનો આરોપ ડો. નરેશ મલ્હોત્રા પર લાગેલો છે

  • Share this:
અમદાવાદ : કોરોના કાળમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર તરીકે ફરજ બજાવનારા તબીબોની ચારેકોર પ્રશંસા થઈ રહી છે. પરંતુ એક કોરોના વોરિયર ડોકટરે એવી કરતૂત કરી કે તેની ટીકા થઈ રહી છે. કોવિડ 19ના સમયમાં શહેરની ખાનગી હોસ્પિટલનું દોઢ કરોડનું બીલ મંજૂર કરાવવા ડો. નરેશ મલ્હોત્રાએ 15 લાખની લાંચ માંગી હતી. જે મામલે ફરિયાદ થતા ડો. નરેશ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદની Cims હોસ્પિટલનું બિલ મંજૂર કરવા લાંચ માંગવાના મામલામા લાંચ રૂશ્વત વિરોધી શાખા (acb) દ્વારા ભાગેડુ આરોપી ડો.નરેશ મલ્હોત્રા ની ધરપકડ કરાઈ છે. ગત ડિસેમ્બરમાં acb દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો. 1.5 કરોડ રૂપિયાનું બિલ મંજૂર કરવા 15 લાખની લાંચ માંગી હતી. Amcના ઉત્તર પશ્ચિમ ઝોનના ડે. હેલ્થ ઓફિસર ડો.અરવિંદ પટેલ વતી લાંચ માંગવાનો આરોપ ડો. નરેશ મલ્હોત્રા પર લાગેલો છે. અગાઉ કોર્ટ દ્વારા નરેશ મલ્હોત્રાના આગોતરા જામીન પણ રદ કરાયા હતા.આ પણ વાંચો - રાજ્યમાં નવા 278 કેસ, આજે 8 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી

આ અંગે એસીબીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડી. પી. વાઘેલાએ જણાવ્યું હતું કે કોવિડ-19 ની સારવાર માટેના થયેલા ખર્ચના બિલ પાસ કરવા માટે થઈને 10% કમિશનની માંગણી કરનાર ડૉ.નરેશ મલ્હોત્રા ની ધરપકડ કરાઈ છે. 1 કરોડ 50 લાખ રૂપિયાના બીલો પાસ કરવા માટેની લાંચની માંગણી કરવામાં આવી હતી. જે મામલે ડોક્ટર મલ્હોત્રાની સોલા ભુયંગદેવ ચાર રસ્તા પાસેથી એસીબીએ ધરપકડ કરી છે.

હાલ ડો. નરેશ મલ્હોત્રા ને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માગણી કરી છે. ડો. મલ્હોત્રા ફરાર હતા તે દરમિયાન ક્યાં ક્યાં રોકાયા હતા અને કોને કોને મળ્યા હતા તે તમામ વિગતો તેમની તપાસમાં બહાર આવે તેવી શકયતા છે.
Published by:Ashish Goyal
First published:February 17, 2021, 22:14 pm

ટૉપ ન્યૂઝ