વિદ્યાર્થીઓને રાહત, સત્ર પુરુ થાય ત્યાં સુધી DPS સ્કૂલ રાજ્ય સરકાર હસ્તક રહેશે

News18 Gujarati
Updated: December 4, 2019, 7:17 PM IST
વિદ્યાર્થીઓને રાહત, સત્ર પુરુ થાય ત્યાં સુધી DPS સ્કૂલ રાજ્ય સરકાર હસ્તક રહેશે
ફાઇલ તસવીર

હાથીજણમાં આવેલી ડીપીએસ ઇસ્ટ સ્કૂલ મામલામાં વિદ્યાર્થીઓને રાહત આપે તેવો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો

  • Share this:
અમદાવાદ : હાથીજણમાં આવેલી ડીપીએસ ઇસ્ટ (Delhi Public School) સ્કૂલ મામલામાં વિદ્યાર્થીઓને રાહત આપે તેવો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. DPS સ્કૂલને રાજ્ય સરકાર હસ્તક લઈ લેવામાં આવી છે. આ સત્ર પુરુ થાય ત્યાં સુધી સ્કૂલ રાજ્ય સરકાર હસ્તક રહેશે. જેના કારણે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓેને હવે બીજી સ્કૂલમાં આ સત્ર સુધી ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરી હતી.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ આ નિર્ણયની ભૂમિકા આપતા કહ્યું કે આ શૈક્ષણિક સત્ર સુધી આ શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે અને ધોરણ 1થી 12 ના જે વિદ્યાર્થીઓ હાલ આ DPSમાં અભ્યાસ કરે છે તેમને આ જ શાળા માં અભ્યાસ કરવા દેવાશે. રાજ્ય સરકારે ડીપીએસ મુદ્દે વાલીઓ અને વિદ્યાર્થીઓના વ્યાપક હિત ને ધ્યાને રાખીને અને સરકાર સમક્ષ આવેલી રજૂઆતોને લક્ષ્યમાં લઇને આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રને હમેશાં પ્રાથમિકતા આપી છે અને રાજ્ય શાશનની જનહિત જવાબદારી રૂપે આ નિણર્ય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને નવા સત્રથી અન્ય સ્કૂલમાં અભ્યાસ કરવો પડશે, સ્કૂલ બદલવામાં સરકાર મદદ કરશે.

આ પણ વાંચો - DPS Eastનાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ આખી રાત શાળાની બહાર જ વિતાવી

આ પહેલા DPS East સ્કૂલની માન્યતા રદ કરતા મંગળવારે આખો દિવસ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ શાળાની બહાર બેસીને ધરણાં કર્યાં હતાં. આ સાથે તેમણે આખી રાત શાળાની બહાર જ વિતાવી હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓની એક જ માંગ હતી કે આ શાળા ફરીથી શરૂ થાય. સરકારે આ શાળાને પોતાને હસ્તક લેવી હોય તો પણ લઇ લે પરંતુ આ શાળા ફરીથી શરૂ થાય અને આ બાળકોનું વર્ષ ન બદલાય. વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીનો ઘેરાવો કર્યો હતો. આ પછી સરકારે સ્કૂલને પોતાની હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે.

મહત્વનું છે કે, છેલ્લા 9 વર્ષમાં મંજુલા શ્રોફ અને સંચાલકો વિદ્યાર્થીઓ પાસેથી 50 કરોડની ફી લઇને ભૂગર્ભમાં જતા રહ્યાં છે. બનાવટી દસ્તાવેજો ઊભા કરી શિક્ષણ વિભાગ સાથે ફોર્જરી કનાર ડીપીએસ-ઈસ્ટ સ્કૂલની માન્યતા રદ્ કરવાનો CBSCએ નિર્ણય કર્યો હતો.
First published: December 4, 2019, 7:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading