DPS ઇસ્ટના સંચાલકોએ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી પર હાથ ધરાઈ સુનાવણી

News18 Gujarati
Updated: December 4, 2019, 7:06 PM IST
DPS ઇસ્ટના સંચાલકોએ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી પર હાથ ધરાઈ સુનાવણી
આ મામલે સચિન જૈન નામના એક વ્યક્તિએ અરજી દાખલ કરી હતી. અને જેની પર સુનવણી કરતા કોર્ટે આ ટિપ્પણી કરી હતી. સચિન જૈનની અરજીમાં તેવો દાવો કરવામાં આવ્યો હતો કે પ્રાઇવેટ હોસ્પિટલ કોવિડ દર્દીઓની સારવાર માટે 10 થી 12 લાખ રૂપિયા ચાર્જ કરે છે. જ્યારે આ સારવારમાં કોઇ સર્જરી પણ નથી થતી. કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને એક સપ્તાહમાં જવાબ આપવાનું કહ્યું છે. એક સપ્તાહ પછી આ મામલે આગળ સુનવણી થશે.

ઉલ્લખનીય છે કે છેલ્લા ઘણા સમયથી નિત્યાનંદ આશ્રમ મામલે વિવાદનું ઘર બનેલી DPS ઇસ્ટના સંચાલકો મંજુલા શ્રોફ, હિતેન વસંત અને તત્કાલિન પ્રિન્સિપાલ અનિતા દુઆ સામે FIR થઇ છે.

  • Share this:
અમદાવાદ: સરકારી વકીલે જવાબ માટે મુદ્દતની માંગણી કરતા કોર્ટ પાસે વચગાળાની રાહતની કરાઈ માંગણી વચગાળાની રાહત માટે સીઆરપીસીમાં આવી કોઈ જોગવાઈ નથી અને વચગાળાની રાહત વાળો સુધારો હજુ અમલમાં આવ્યો નથી. સરકારી વકીલ

નિત્યાનંદ આશ્રમ ની જમીન પર ચાલતી ડીપીએસ સ્કુલ વિવાદમાં ડીપીએસના મંજુલા પૂજા શ્રોફ ,અનિતા દુઆ અને પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંતે મીરઝાપુર કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી પર આજે હાથ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકાર તરફથી કોર્ટમાં જવાબ રજુ કરવા માટે સમયની માંગણી કરવામા આવી હતી. જે કોર્ટે ગ્રાહ્ય રાખતા વધુ સુનાવણી 6 ડિસેમ્બરે હાથ ધરાશે.

આ કેસમાં હિતેન વંસતના વકીલ દ્વારા વચગાળાની રાહત માટેની અરજી આપવામા આવી અને એમા તેમના વકીલે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે સર્વોચ્ચ અદાલતે સિદ્ધરામ માત્રેના કેસમાં એવુ ઠરાવેલુ છે કે જો મુદ્દત પડે કે સરકારી વકીલને નોટીસ જાય એ સમય દરમ્યાન કોર્ટ ને જે છે વચગાળાની રાહત આપવાની સત્તા છે.

સરકારી વકીલે સામે દલીલ કરી હતી કે સીઆરપીસીમાં આવી કોઈ જોગવાઈ નથી. અને વચગાળાની રાહત વાળો સુધારો હજુ અમલમાં આવ્યો નથી. જેની સામે બચાવપ્કસના વકીલે સુપ્રીમ કોર્ટના બે જજમેન્ટ કોર્ટને બતાવ્યા જેમાં વચગાળાની રાહતની જોગવાઈ ન હોય તો પણ કોર્ટને સત્તા છે. અને જો સુધારો અમલમાં ન આવે તોય કોર્ટને સત્તા રહેલી છે. જો કે આ કેસમાં હવે વધુ સુનાવણી 6 ડિસેમ્બરે હાથ ધરાશે..

હિતેનવસંતના વકીલ એસ. વી.રાજુએ જણાવ્યુ હતુ કે અમારી આગોતરા જામીન અરજી હતી જેમાં સરકારી વકીલે જવાબ રજુ કરવા મુદ્દત માંગી હતી. અમે વચગાળાની રાહત માટેની અરજી આપેલી. એમા અમે દલીલી એવી કરી હતી કે સર્વોચ્ચ અદાલતે સિદ્ધરામ માત્રેના કેસમાં એવુ ઠરાવેલુ છે કે જો મુદ્દત પડે કે સરકારી વકીલને નોટીસ જાય એ સમય દરમ્યાન કોર્ટ ને જે છે વચગાળાની રાહત આપવાની સત્તા છે.

સરકારી વકીલે સામે આવી દલીલ કરી હતી કે સીઆરપીસીમાં આવી કોઈ જોગવાઈ નથી. અને વચગાળાની રાહત વાળો સુધારો હજુ અમલમાં આવ્યો નથી. જેની સામે અમે સુપ્રીમ કોર્ટના બે જજમેન્ટ બતાવ્યા જેમાં વચગાળાની રાહતની જોગવાઈ ન હોય તો પણ કોર્ટને સત્તા છે. અને જો સુધારો અમલમાં ન આવે તોય કોર્ટને સત્તા રહેલી છે.ઉલ્લખનીય છે કે છેલ્લા ઘણા સમયથી નિત્યાનંદ આશ્રમ મામલે વિવાદનું ઘર બનેલી DPS ઇસ્ટના સંચાલકો મંજુલા શ્રોફ, હિતેન વસંત અને તત્કાલિન પ્રિન્સિપાલ અનિતા દુઆ સામે FIR થઇ છે.

જેથી હવે ધરપકડથી બચવા મંજુલા શ્રોફ અને હિતેન વસંતે ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી છે ત્યારે તંત્ર તેમને ઝડપી લેવા હવાતિયાં મારે છે.

નોંધનીય છે કે હાથીજણ-હીરાપુર સ્થિત DPS ઇસ્ટમાંના નિત્યાનંદ આશ્રમમાં યુવતીઓને ગોંધી રાખવામાં આવી હોવાની વાતને લઇને ભારે વિવાદ થયો છે. હાલ તો DPS ઇસ્ટની માન્યતા રદ કરવાનો નિર્ણય લેવાઇ ગયો છે ત્યારે જ DPS ઇસ્ટ જે જમીન પર છે તે ખેતીની જમીન NA ન થઇ હોવા છતાં તેનું NAનું સર્ટિફિકેટ ઉપરાંત ગુજરાત સરકારનું ખોટું NOC બનાવીને CBSCમાં આપવામાં આવ્યું હતું.

ખોટા દસ્તાવેજો બનાવવા બદલ DPS ઇસ્ટના સંચાલકો મંજુલા શ્રોફ, હિતેન વસંત તથા તત્કાલીન પ્રિન્સિપાલ અનિતા દુઆ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ થઇ હતી.

 
First published: December 4, 2019, 7:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading