DP સ્કુલમાં વાલીઓનો ઉગ્ર આક્રોશ, ટોળા દ્વારા શાળામાં તોડફોડ

Parthesh Nair | Pradesh18
Updated: March 30, 2016, 8:24 PM IST
DP સ્કુલમાં વાલીઓનો ઉગ્ર આક્રોશ, ટોળા દ્વારા શાળામાં તોડફોડ
અમદાવાદમાં ભાવસાર હોસ્ટેલ પાસેની ડીપી સ્કૂલમાં સ્કૂલના વોટર કૂલરમાં કરંટ લાગવાથી બીજા ધોરણમાં અભ્યાસ કરતા હર્ષિલ સોનીના મોતના મુદ્દે પરિવારજનોએ સ્કુલમાં હોબાળો મચાવીને તોડફોડ કરી હતી.

અમદાવાદમાં ભાવસાર હોસ્ટેલ પાસેની ડીપી સ્કૂલમાં સ્કૂલના વોટર કૂલરમાં કરંટ લાગવાથી બીજા ધોરણમાં અભ્યાસ કરતા હર્ષિલ સોનીના મોતના મુદ્દે પરિવારજનોએ સ્કુલમાં હોબાળો મચાવીને તોડફોડ કરી હતી.

  • Pradesh18
  • Last Updated: March 30, 2016, 8:24 PM IST
  • Share this:
અમદાવાદ# અમદાવાદમાં ભાવસાર હોસ્ટેલ પાસેની ડીપી સ્કૂલમાં સ્કૂલના વોટર કૂલરમાં કરંટ લાગવાથી બીજા ધોરણમાં અભ્યાસ કરતા હર્ષિલ સોનીના મોતના મુદ્દે પરિવારજનોએ સ્કુલમાં હોબાળો મચાવીને તોડફોડ કરી હતી. લોકોના આક્રોશના પગલે સ્કુલની સુરક્ષા માટે લોખંડી બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. આ બેદરકારીના પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલ સત્તાધિશોને નોટિસ ફટકારી છે અને સ્કૂલ સંચાલકોને બે દિવસમાં ખુલાસો કરવા આદેશ કર્યો છે.

ભાવસાર હોસ્ટેલ નજીક ડીપી સ્કુલમાં હર્ષિલના મોતના રોષના પગલે હર્ષિલના પરિવાર સહિત મોટી સંખ્યામાં વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો. સ્કુલમાં વિરોધ કરવા આવી પહોંચેલા ટોળાએ સ્કૂલમાં તોડફોડ પણ કરી હતી. બેકાબૂ બનેલા વાલીઓના ટોળાને જોતા એસઆરપીની બે ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. મહિલાઓ પોતાનો આક્રોશ વ્યકત કરવા માટે પ્રિન્સિપાલની ઓફીસમાં ઘુસી ગઈ હતી. પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. હર્ષિલની મોતની જવાબદારી સંચાલકો નહિ સ્વીકારતા પરિવારનો ઉગ્ર આક્રોશ વધ્યો હતો.

હર્ષિલનું મૃત્યુ વોટર કૂલરમાં કરંટ લાગવાથી થયો હોવાનો પરિવાર આક્ષેપ કરે છે. જ્યારે સ્કુલના સંચાલકો તો હર્ષિલને ખેંચ આવવાથી મૃત્યુ થયું હોવાનો બચાવ કરે છે. આ ઘટના 2 વાગ્યાના સુમારે બની હતી, જ્યારે હર્ષિલને સાડા ચાર વાગ્યાના સુમારે 108 મારફતે હોસ્પિટલ લઈ જઈ રહ્યાં હોવાના ફૂટેજ બહાર આવ્યા છે. તો 2 કલાક સુધી હર્ષિલનું શું કર્યુ હતુ. હર્ષિલના શરીરમાં પણ દાઝી જવાના નિશાન છે, તો જવાબદર કોણ, સ્કુલમાં નવા વાયરનું રિપેરીંગ કરીને સ્કુલ સતાવાળાને બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. મહત્વનું છે કે, સ્કુલના બાળકનું અકસ્માતે મૃત્યુ બાદ પણ સ્કુલ સંચાલકે દુઃખ વ્યકત કરવાની પણ તસ્દી લીધી ન હતી.

સ્કૂલ સંચાલકોએ બચાવ માટે હર્ષિલનું મૃત્યુ વાઈ અથવા ખેંચથી થયું હોવાથી થઇ હોવાની ચર્ચા કરી રહ્યા છે. જેનો આક્રોશ પરિવારે સ્કુલનો ઘેરાવો કરીને વ્યકત કર્યો હતો. આ ઘટનાથી સ્કુલમાં બાળકો ભયભીત થઈ ગયા હતા અને બાળકોને લેવા માટે વાલીઓ દોડી આવ્યા હતા. પોલીસે સ્કુલે પહોંચીને બાળકોને સલામત વાલીઓને સોંપ્યા હતા. જ્યારે સ્કુલના પ્રિન્સિપાલને પણ ઠપકો આપ્યો હતો.

હર્ષિલના મૃત્યુ પછી ડીપી સ્કૂલ સંચાલકોએ વોટર કૂલરથી માંડીને મેન ડીપી સુધીનું વાયરીંગ બદલી નાંખ્યુ હતુ. પોલીસે સ્કુલમાંથી વોટર કુલર કબ્જે કર્યુ છે, જ્યારે એફએસએલની મદદથી ઘટનાની તપાસ શરૂ કરી છે.
First published: March 30, 2016, 8:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading