Home /News /madhya-gujarat /

Ahmedabad: તું મારા દીકરાને લાયક નથી, મારા ઘરમાંથી બહાર નીકળી જા.. નહિ તો..

Ahmedabad: તું મારા દીકરાને લાયક નથી, મારા ઘરમાંથી બહાર નીકળી જા.. નહિ તો..

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Crime News: તારા પિતાએ સ્ટેટસ પ્રમાણે દહેજ આપેલ નથી તેમ કહીને સાસરિયાંએ શારીરિક અને માનસિક ત્રાસ (woman haressment) આપતા. એટલું જ નહિ તું મારા દીકરાને લાયક નથી, મારા ઘર માંથી બહાર નીકળી જા.

અમદાવાદઃ પતિને વિદેશ જવાનું હોવાથી પરિણીતા (Married woman) પાસે દહેજ પેટે (Dowry) રૂપિયા 10 લાખની માંગણી કરી. મારા દીકરાને તો વિદેશમાં નોકરી છે, તારા પિતાએ સ્ટેટસ પ્રમાણે દહેજ આપેલ નથી તેમ કહીને સાસરિયાંએ શારીરિક અને માનસિક ત્રાસ (woman haressment) આપતા. એટલું જ નહિ તું મારા દીકરાને લાયક નથી, મારા ઘર માંથી બહાર નીકળી જા. નહિ તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા અંતે પરિણીતાએ પોલીસ ફરિયાદ (Police complaint) દાખલ કરાવી છે.

વટવા વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન વર્ષ 2008માં સમાજના રિતી રિવાજ મુજબ થાય હતા. લગ્નના સાતેક મહિના સુધી પરિણીતાના સાસરીયાઓએ તેને સારી રીતે રાખેલ હતી. જોકે બાદમાં તેના પતિને વિદેશ જવાનું હોવાથી પરિણીતાને પિયરમાંથી દહેજ પેટે રૂપિયા 10 લાખ લઈ આવવા માટે દબાણ કરવામાં આવતું હતું.

જોકે પરિણીતા એ આટલી રૂપિયા લઈ આવવાની ના પડતા જ તેના પતિ એ તેને લાફો મારી બીભત્સ ગાળો બોલી હતી. અને તેના સાસુ સસરા તારો બાપ આમ પણ ભિખારી છે, મારો દીકરો વિદેશમાં નોકરી કરે છે છતાં તેના સ્ટેટસ પ્રમાણે દહેજ આપેલ નથી તેમ કહીને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.

આ પણ વાંચોઃ-Surat Crime: પ્રેમીનું કારસ્તાન, પ્રેમિકાએ સંબંધ તોડી નાંખતા પ્રેમીએ હાથમાં બ્લેડ મારી લોહીલુહાણ ફોટા મોકલ્યા

પરિણીતા નો પતિ વિદેશ જતા રહ્યા બાદ તેના બાળક અને તેનું કોઈ ધ્યાન આપતા ના હતા. અને ખોટા શક વહેમ રાખતો હતો. જ્યારે તેના સાસુ તેને કહેવા લાગેલ કે  તું મારા દીકરા ને લાયક નથી, મારા ઘર માંથી બહાર નીકળી જા..નહિ તો જાન થી મારી નાંખીશ.

આ પણ વાંચોઃ-સુરતઃ એક જ પરિવારની મહિલાઓને વિકૃત યુવકે અશ્લિલ મેસેજ કરવા સાથે video callમાં કરી ગંદી હરકત!

પરિણીતાના ઝઘડા માં તેના પાડોશી પણ વચ્ચે પડી ને તેના પર હાથ ઉપાડતા પરિણીતા તેના પિયર આવી ગઈ હતી. અને અંતે કંટાળી ને આ બાબત ની જાણ પોલીસ ને કરતા મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં આ બાબતે  ફરિયાદ નોંધી ને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર