Home /News /madhya-gujarat /

અમદાવાદઃ સુખીસંપન ઘરનો શરમજનક કિસ્સો! પતિએ પત્નીને શોર્ટ્સ પહેરવા કર્યું દબાણ, સસરાએ વાળ પકડીને પુત્રવધૂને માર્યો લાફો

અમદાવાદઃ સુખીસંપન ઘરનો શરમજનક કિસ્સો! પતિએ પત્નીને શોર્ટ્સ પહેરવા કર્યું દબાણ, સસરાએ વાળ પકડીને પુત્રવધૂને માર્યો લાફો

પ્રતિકાત્મક તસવીર

યુવતીને સાસુ સસરાએ એ કહ્યું કે તારા મા બાપને અમેરિકા રહેતો જમાઈ જોઈતો હતો એટલે તારે દહેજ આપવું પડશે તોજ તને અમેરિકા આવવા મળશે.

અમદાવાદ: શહેરમાં વધુ એક પરિણીતા તેના સાસરિયાઓના ત્રાસનો (Domestic violence) ભોગ બની છે. આ કિસ્સામાં પરિણીતાએ એવા આક્ષેપ કર્યા છે કે લગ્ન બાદ ખુશીમાં આવીને તેના પતિએ મિત્રો માટે ડિનર પાર્ટી (Dinner party) રાખી હતી. જેમાં પતિએ આ યુવતી એટલે કે તેની પત્નીને "અમેરિકા (America) આવવું હોય તો પાર્ટીમાં સ્ટેટ્સ પ્રમાણે શોર્ટ્સ પહેરવા પડશે" તેવું દબાણ કર્યું હતું. આટલું જ નહીં પણ સસરાએ પુત્રવધુને ફ્રેક્ચર થયું હોવા છતાંય તેને મંદિર સાફ કરવા કહ્યું હતું અને પરિણીતા ન કરી શકતા તેના વાળ પકડી લાફો ઝીકી દીધો હતો.

શહેરના ઘાટલોડિયામાં રહેતી 33 વર્ષીય યુવતીના પિયરજનો અને સાસરિયાઓ હાલ યુએસ (USA) રહે છે. અત્યારે આ યુવતી તેના સાસરે એકલી રહે છે. વર્ષ 2018માં તેના લગ્ન ઘાટલોડિયાના એક યુવક સાથે થયા હતા. લગ્નના 15 દિવસ બાદ તેના પતિએ લગ્ન બાબતની ડિનર પાર્ટી રાખી હતી.

યુવતીના પતિએ કહ્યું કે "જો તારે મારી સાથે અમેરિકા આવવું હોય તો પાર્ટીમાં સ્ટેટ્સ પ્રમાણે શોર્ટ્સ પહેરવા પડશે". તે દિવસે પાર્ટીમાં યુવતીના પતિએ ચિક્કાર દારૂ પણ પીધો હતો. જેથી યુવતીને ન ગમતા તેણે તેના ભાઈને આ અંગે જાણ કરતા યુવતીનો ભાઈ ત્યાં આવ્યો હતો. યુવતીના ભાઈએ તેના બનેવી સાથે વાત કરતા બનેવીએ બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. બાદમાં પતિએ જુનવાણી સ્વભાવે જીવવું હોય તો છૂટાછેડા આપી દેવા યુવતીને કહ્યું હતું.

આ પણ વાંચોઃ-મર્ડર મિસ્ટ્રી! મિત્ર સાથે અચાનક ઘરે પહોંચી પત્ની, ચોંકી ગયો પતિ પછી ખેલાયો ખૂની ખેલ, પત્નીની ધરપકડ

આટલું જ નહીં યુવતીએ કંટાળીને ફરિયાદ કરવાનું કહેતા સાસુ સસરાએ સંસાર બગડશે તેમ કહી તેને રોકી હતી. બાદમાં યુવતીને સાસુ સસરાએ એ કહ્યું કે તારા મા બાપને અમેરિકા રહેતો જમાઈ જોઈતો હતો એટલે તારે દહેજ (dowry) આપવું પડશે તોજ તને અમેરિકા આવવા મળશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ મોત પહેલા નશામાં માથાભારે માયાએ યુવતીને અને બનેવીને દસેક લાફા ઝીકી દીધા હતા, અન્ય કલમોનો ઉમેરો

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! લગ્નની મહેંદી ઉતરી પણ નહતી અને દુલ્હા-દુલ્હનનું અકસ્માતમાં મોત, સાત બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

આટલું જ નહીં યુવતીને તેના સાસરિયાઓ એટલી હદે ત્રાસ આપતા કે તે કંટાળી ગઈ હતી. એક દિવસ યુવતીને ફ્રેક્ચર થયું ત્યારે તેના સસરાએ મંદિર સાફ કરવાનું કહ્યું હતું પણ યુવતીએ ના પાડી હતી જેથી તેના વાળ પકડી લાફો માર્યો હતો.



સાસુ અને નણંદ મેડિટેશન માટે આશ્રમ જતા યુવતીનો પતિ આવેશમાં આવીને પત્નીને કહેવા લાગ્યો કે તારા કર્મો ના કારણે તેઓ ક્યાંક જતા રહ્યા છે. આમ વિદેશ ન લઈ જઈ પતિ સહિત સાસરિયાઓએ ત્રાસ ગુજારતા યુવતીએ મહિલા પોલીસને ફરિયાદ આપતા મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:

Tags: Domestic violence, Dowry case

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन